રક્ષાબંધનન એટલે ભાઈ અને બહેનના પ્રેમને દર્શાવતો તહેવાર જેમાં બેન રાખડી દ્વારા ભાઈ પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે પણ રાખડી કેવા પ્રકારની લેવાથી કે બાંધવાથી ભાઈની સમૃદ્ધિ વધે અમે જીવનમાં પોઝિટિવ ઉર્જા મળે? તો ચાલો જાણીએ આજે આ લેખમાં.
રક્ષાબંધનની ઉજવણી
સમગ્ર ભારતભરમાં ખાસ કરીને ગુજરાત અને ઉત્તર ભારતમાં રક્ષાબંધનનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભાઈ બહેનના પ્રેમના પ્રતિક સમો આ તહેવાર ધામધૂમથી ઉજવાય છે. હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે આ તહેવારને આડે ત્યારે બધી જગ્યાએ તેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બજારમાં રક્ષાબંધનના સેલિબ્રેશનના ભાગરૂપે રાખડીઓ અને અન્ય વસ્તુઓથી માર્કેટ સજી રહ્યા છે. આ દિવસે બહેન તેના ભાઈના કાંડા પર રક્ષા સૂત્ર એટલે કે રાખડી બાંધે છે, અને ભાઈના ઉજ્જવળ ભવિષ્ય અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે. ભાઈ તેની બહેનનું દરેક પરિસ્થિતિમાં રક્ષણ કરવાનું વચન આપે છે. રક્ષાબધનનું ધાર્મિક મહત્ત્વ પણ ખૂબ છે.
- Advertisement -
9 ઓગસ્ટે છે શ્રાવણી પૂનમ
આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 9 ઓગસ્ટ શનિવારના રોજ આવશે. જો તમારે હજુ પણ તમારા ભાઈ માટે રાખડી લેવાની બાકી હોય તો ખાસ આ વાંચીને જજો. બજારમાં ખૂબ સુંદર રાખડીઓનું કલેક્શન હશે. પણ એમાંથી તમારા ભાઈ માટે કઈ અને કેવી રાખડી ખાસ ના લેવી જોઈએ એ વાતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. અમુક એવી રાખડીઓ છે કે જે ખાસ ભૂલથી પણ ના ખરીદવી જોઈએ. આમ કરવાથી ભાઈ અને બહેનના સંબંધમાં ખટાશ અને કડવાશ આવી શકે છે.
આ રાખડી લેવાનું ટાળો
રાખડી ખરીદવા અંગે જ્યોતિષ આચાર્ય કહે છે કે જ્યારે પણ રાખડી લેવા જાવ ત્યારે ખાસ ધ્યાન રાખો કે કોઈ ખંડિત ફોટોવાળી કે પછી જૂની રાખડી બિલકુલ પણ ના ખરીદવી જોઈએ. આ પ્રકારની રાખડી બાંધવી પણ ના જોઈએ. જો કોઈ ખંડિત રાખડી હોય તો તેની અશુભ અસર પડે છે. મોટા ભાગે બહેનો પોતાના ભાઈ માટે ભગવાનના ફોટો કે તેના પ્રતિક જેમ કે ભગવાન ગણેશ, કૃષ્ણ કે અન્ય દેવતાઓની છબી વાળી રાખડીઓ પોતાના ભાઈને બાંધવાનું પસંદ કરે છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે ભાઈને આવી રાખડીઓ બિલકુલના બાંધવી જોઈએ. કારણકે આમ કરવાથી ભગવાનનું અપમાન થાય છે. અને આના લીધે તમારા ભાઈ ઉપર નેગેટિવ અસર પડી શ
બ્લેક રાખડી ના બાંધો
હિન્દુ ધર્મમાં બ્લેક રંગને નેગેટિવ કલર તરીકે જોવામાં આવે છે. માટે ભૂલથી પણ તમારા ભાઈને કાળા રંગની રાખડી ના બાંધશો. જો આવું કર્યું તો તમારા ભાઈ બહેન વચ્ચે વાદ-વિવાદ થઈ શકે છે. સંબંધમાં તણાવ આવી શકે છે.
- Advertisement -
પ્લાસ્ટિકની રાખડી
બીજી તરફ પ્લાસ્ટિક અને સિન્થેટિકની રાખડીઓ દેખાવમાં સુંદર અને આકર્ષક લાગે છે પણ તે પણ પોઝિટિવ પ્રભાવ નથી આપતી. પ્લાસ્ટિકની રાખડીથી પર્યાવરણને પણ નુકસાન થાય છે. પણ ભાઈ પર પણ નેગેટિવ ઇમ્પેક્ટ કરે છે માટે પણ આવી રાખડીઓ બાંધવાનું ટાળવું જોઈએ.
ધાર્મિક મહત્ત્વ
બજારમાં રક્ષાબંધનના સેલિબ્રેશનના ભાગરૂપે રાખડીઓ અને અન્ય વસ્તુઓથી માર્કેટ સજી રહ્યા છે. આ દિવસે બહેન તેના ભાઈના કાંડા પર રક્ષા સૂત્ર એટલે કે રાખડી બાંધે છે, અને ભાઈના ઉજ્જવળ ભવિષ્ય અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે. ભાઈ તેની બહેનનું દરેક પરિસ્થિતિમાં રક્ષણ કરવાનું વચન આપે છે. રક્ષાબંધનનું ધાર્મિક મહત્ત્વ પણ ખૂબ છે.