ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીની અધ્યક્ષતામાં અસમાવતી રિવરફ્રન્ટ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગતની બેઠકની કાર્યવાહી નોંધ બહાલી આપવામાં આવી હતી તથા રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત રજૂ કરાયેલા બિલોની ચુકવણી બાબતે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત, રિવરફ્રન્ટ પેટા સમિતિ દ્વારા ટેન્ડર પ્રક્રિયા માટે હાથ ધરવામાં આવેલ કામગીરી, એજન્સીની બાકી વાર્ષિક ઉપજની વસૂલાત, રિવરફ્રન્ટ માટે આવેલ ટેન્ડર સહિતના વિષયોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન કલેક્ટર એસ ડી ધાનાણી દ્વારા એજન્સીઓ પાસેથી બાકી વાર્ષિક ઉપજની વસૂલાત સુનિશ્ચિત કરવા માટે અલગ સબ કમિટી રચવા, ખાણીપીણીના સ્ટોલ ફરી શરૂ કરવા, રિવરફ્રન્ટ પર લગ્ન શૂટિંગ માટે પરવાનગી આપવા અંગે સંલગ્ન પરિબળોને ધ્યાનમાં રાખી સૂચનો કરવામાં આવ્યા હતા. વધુમાં કલેક્ટરે કોઈપણ એજન્સીને ટેન્ડર કે જગ્યા ભાડે આપવા પૂર્વે તમામ દૃષ્ટિકોણથી સુરક્ષાની સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.