ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.28
International Day against Drug Abuse and illicit Trafficking અન્વયે કામગીરી કરવા જણાવેલ હોય જે અન્વયે તાલાળા પોસ્ટેના ઠઙજઈં પી.વી. ધનેશા નાઓએ સ્ટાફની મદદથી અત્રેના પોસ્ટે વિસ્તારમાં ગુંદરણ ચોક,તાલાળા ખાતે આવેલ નગરપાલીકા હાઇસ્કૂલ ખાતે વિધ્યાર્થીઓ તથા શિક્ષક સ્ટાફને સાથે રાખી કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ જેમાં આશરે 200 જેટલા વિધ્યાર્થીઓ હાજર રહેલ હતા જે તમામને નાર્કોટ્રીકસ હેલ્પલાઇન નંબર 1933 તથા માદક પદાર્થોના સેવનથી થતી આડઅસરો વિશે માહિતગાર કરવામાં આવેલ તથા તમામ વિધ્યાર્થીઓને વ્યસનોથી દુર રહેવા જણાવેલ હતું.
તાલાલા પોલીસે આંતરરાષ્ટ્રીય નાર્કોટિકસ ડ્રગ્સ દિવસ નિમીત્તે કાર્યક્રમ યોજયો



