સરકારની સાથે રહીને શહેર અને તાલુકાના વિકાસમાં સહભાગી બનવાનો સંકલ્પ લીધો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
વિસાવદર વિધાનસભાની ચૂંટણીને લઈને માંડવડ યાર્ડ ખાતે ભાજપના ઉમેદવાર કિરીટભાઈ પટેલના સમર્થનમાં શહેરભરના પ્રબુદ્ધ નાગરિકોની એક મિટિંગ મળી હતી, જેમાં ઉપસ્થિત સૌ નાગરિકોએ સરકારની સાથે રહેવાનો દ્રઢ સંકલ્પ હેર કર્યો હતો. ભારતીય જનતા પાર્ટી માત્ર ગણતરીના દિવસોમાં જ અત્ર, તત્ર અને સર્વત્ર ભાજપ તરફથી જન સમર્થન અને માહોલ ઉભો કરવામાં સફળ થયેલ છે. અલગ અલગ સામાજિક સંસ્થાઓ, સંગઠનો, વેપારી એસોસિએશન, ઉદ્યોગિક એસોસિયેશન, કિસાન સંગઠનો, રત્ન કલાકારો કિરીટભાઈ પટેલના સમર્થનમાં ખુલીને બહાર આવી રહ્યા છે. ગઈકાલે માંડવડ ખાતે માર્કેટિંગ યાર્ડમાં વિસાવદરના 500થી વધુ પ્રબુદ્ધ નાગરિકોની મીટીંગ મળી હતી જેમાં ઉપસ્થિત સૌ વડિલોએ કિરીટભાઈને વિજય બનાવવાનો સંકલ્પ હેર કર્યો હતો. પ્રબુદ્ધ નાગરિકો સાથે તેઓ એ સંવાદ અને જુદા જુદા વિષયો પર ચર્ચા કરી હતી. આ તકે પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા, ધારાસભ્ય જે.વી.કાકડીયા ધનશ્યામભાઈ સાવલિયા રમેશભાઈ દુધાત્રા સહીતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.