દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બાદ રિજિજુએ પણ પુનરોચ્ચાર કર્યો: રાહુલે કહ્યું- અમે સરકારની સાથે છીએ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
રક્ષામંત્રી રાજનાથ સિંહે ગુરુવારે કહ્યું કે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે. એટલે કે 7 મેના રોજ પાકિસ્તાનમાં 9 સ્થળો પર થયેલા હવાઈ હુમલા પછી પણ ઓપરેશન બંધ થયું નથી.
રક્ષામંત્રીએ દિલ્હીમાં સંસદ એનેક્સીમાં બોલાવાયેલી સર્વપક્ષીય બેઠકમાં આ વાત કહી. લગભગ દોઢ કલાક ચાલેલી બેઠકમાંથી બહાર આવ્યા બાદ સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ પણ રક્ષામંત્રીના નિવેદનનું પુનરાવર્તન કર્યું.
ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપવા માટે બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, વિદેશમંત્રી એસ જયશંકર, વિપક્ષી નેતાઓ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ હાજરી આપી હતી.
બેઠક પહેલા કોંગ્રેસે વડાપ્રધાન મોદીની હાજરીની માગ કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે અમે આ સંકટમાં દેશ અને સરકારની સાથે છીએ. સરકારની ટીકા કરવાની કોઈ જરૂર નથી.
રાહુલ ગાંધીએ કહ્યું, ‘અમે સરકારને અમારો સંપૂર્ણ ટેકો આપ્યો છે. જેમ મલ્લિકાર્જુન ખડગેજીએ કહ્યું, તેમણે (સરકારને) કહ્યું કે કેટલીક બાબતો એવી છે જેની અમે ચર્ચા કરવા માગતા નથી.’
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, ‘મેં ઓપરેશન સિંદૂર માટે આપણા સશસ્ત્ર દળો અને સરકારની પ્રશંસા કરી છે. આપણે આતંકવાદી સંગઠન રેઝિસ્ટન્સ ફ્રન્ટ (ઝછઋ) સામે વૈશ્ર્વિક ઝુંબેશ શરૂ કરવી જોઈએ.
આ પહેલા 24 એપ્રિલે સંસદ એનેક્સીમાં 2 કલાક માટે સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. આમાં, 22 એપ્રિલે જમ્મુ-કાશ્ર્મીરના પહેલગામની બૈસરન ખીણમાં થયેલા આતંકવાદી હુમલા વિશે માહિતી આપવામાં આવી હતી. આ આતંકવાદી ઘટનામાં 25 પ્રવાસીઓ અને એક સ્થાનિક ઘોડેસવાર માર્યો ગયો હતો. 13 દિવસ પહેલા સર્વપક્ષીય બેઠકમાં કેન્દ્ર સરકારે સ્વીકાર્યું હતું કે પહેલગામ હુમલામાં સુરક્ષામાં ખામી હતી. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું હતું કે આઈબી અને ગૃહ મંત્રાલયના અધિકારીઓએ વિપક્ષી નેતાઓને બેઠકમાં સુરક્ષામાં ખામી અંગે માહિતી આપી હતી.
તે જ સમયે વિપક્ષે કહ્યું કે તેઓ સરકારની સાથે છે. વિપક્ષી સાંસદોએ આતંકવાદી છાવણીઓનો નાશ કરવાની માગ કરી. કહ્યું કે સરકારે આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. બેઠક બાદ રાહુલ ગાંધીએ કહ્યું – દરેક કાર્યવાહી પર સરકારનો અમને સંપૂર્ણ ટેકો છે. સર્વપક્ષીય બેઠક બે કલાક સુધી ચાલી હતી.
- Advertisement -
સર્વપક્ષીય બેઠક બાદ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે આજની સર્વપક્ષીય બેઠકમાં તમામ પક્ષોના લોકો આવ્યા હતા. અમે કહ્યું હતું કે આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી જરૂરી હતી કારણ કે અંતિમ નિર્ણય તેઓ લેશે. મંત્રીઓએ કહ્યું કે અમે આજની બેઠકના તારણો વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જણાવીશું. અમે કહ્યું હતું કે કોઈને કહેવું એક વાત છે અને કોઈની વાત જાતે સાંભળવી અને પછી નિર્ણય લેવો એ બીજી વાત છે.
અમે કહ્યું કે ત્યાં ત્રણ સ્તરીય સુરક્ષા છે, તો પછી સુરક્ષામાં ખામી કેવી રીતે સર્જાઈ? એક હજાર લોકો ત્યાં પહોંચી ગયા હતા. આ સુરક્ષા નિષ્ફળતા અને ગુપ્તચર તંત્રની બેદરકારી છે. આતંકવાદી હુમલો થયો, સરકારે ઝડપી અને જલ્દી પગલાં લેવા હતા, જે લેવામાં આવ્યા નહીં. બધા નેતાઓએ સાથે મળીને કહ્યું કે સરકાર દેશના હિતમાં જે પણ નિર્ણય લેશે, અમે તેની સાથે છીએ. આ મુદ્દા પર અમે બધા એક છીએ.