ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ગાંધીનગર ખાતે બદલી થતાં તેમનો વિદાય સમારોહ આજે વેરાવળના કે.સી.સી. ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. કલેક્ટરના આ વિદાય સમારોહમાં સાંસદ સહિત જિલ્લાના મહાનુભાવો, સામાજીક સંસ્થાના પ્રતિનિધિઓ, અગ્રણીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.કલેક્ટરની આ વિદાય અવસરે સાંસદ રાજેશ ચૂડાસમાએ કલેક્ટરની કામગીરીને બીરદાવતાં જણાવ્યું કે, કલેક્ટરની આગેવાની હેઠળ જિલ્લામાં જળસંચય, દબાણ હટાવ સહિતના અનેક કામો તેમની નિશ્રામાં થયાં છે. તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારની યોજનાઓના ફળ છેવાડાના માનવી સુધી પહોંચે તે કોઈપણ સફળ સરકારનું લક્ષણ હોય છે. ત્યારે, સરકાર અને પ્રજા વચ્ચે કડી બની કાર્ય કરવાનો મને આનંદ છે. જિલ્લામાં પાણીના નિકાલ, દબાણ દૂર કરવાની કામગીરી, ચૂંટણી સફળતાપૂર્વક કામ કરવાની જે તક મળી તે માટે જિલ્લાની સમગ્ર ટીમનો જે સાથ અને સહકાર મળે છે, તે માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. રાજપૂત સમાજે કલેક્ટરનું પાઘડી પહેરાવી અભિવાદન કર્યું હતું તો જિલ્લાનાપદાધિકારીઓ-અધિકારીઓએ સ્નેહરૂપી સંભારણું આપીને કલેક્ટરની વિદાયને વધુ સ્નેહભરી બનાવી હતી.
Follow US
Find US on Social Medias



