ગ્રામ્યજનોએ પીવાના પાણીના ભૂતિયા કનેકશન દૂર કરવા સરપંચને રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.29
- Advertisement -
મોરબી જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા સપાટી પર આવી છે અને પાણીની સમસ્યા દૂર કરવા અગાઉ સરપંચોએ વિડિયો વાયરલ કરી પાણીની માંગ કરી છે અને ભુતિયા કનેક્શન દૂર કરવા પાણી પુરવઠા વિભાગને રજૂઆત કરી છે. માળિયા મીયાણા તાલુકાના નાના ભેલા, ચમનપર, ભાવપર, બગસરા, વવાણીયા સહિતના 8 ગામમાં પીવાના પાણીની તંગી ગંભીર પ્રશ્ન બનીને ઊભો છે છેલ્લા દોઢ વર્ષથી ગામમાં ઉનાળા દરમિયાન પીવાના પાણીના ફાંફા પડી રહ્યા છે. નાના ભેલા સંપમાંથી આ ગામના લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે જોકે પાણીની પૂરતા પ્રેસરથી તેમજ જરૂરિયાત મુજબ ન મળતું હોવાથી સ્થિતિ ગંભીર બની છે.માળિયાના મોટાભાગના ગામોમાં પાણી મળતું ન હોવાથી ગામ લોકો સરપંચો સમક્ષ પાસે પાણીની માગણી કરી રહ્યા છે. અમે ગામ લોકોને જવાબ નથી આપી શકતા જેથી ન છુટકે અમારે રાજીનામું આપવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે જો તંત્ર આગામી 4 દિવસમાં આ સમસ્યાના ઉકેલ માટે પગલા નહી ભરે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેમજ આગામી મહિનાઓ બાદ આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ મતદાનનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ગ્રામના લોકો દ્વારા આપવામાં આવી છે. પાણીનાં મુદ્દે ગામના સરપંચ દ્વારા સ્થાનિક પાણી પુરવઠા વિભાગ કચેરી તેમજ જિલ્લા કલેકટર અને ખુદ પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાને જાણ કરી તેમના વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા મુદે અવગત કરવામાં આવ્યા હોવા છતાં હજુ કોઈ ઉકેલ આવ્યો નથી. અગાઉ પાણી પુરવઠા અધિકારી હતાં વાય એમ વાંકાણી તેઓએ આશ્વાસન આપ્યું હતું કે નવી ગ્રાન્ટ આવશે તેમાંથી આયોજન કરીશું તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું હવે લગભગ 17 કરોડની ગ્રાન્ટ આવી હોવાના સરકાર દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે. પાણીની સમસ્યાથી છુટકારાની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ગામ લોકો જરૂર પડે રેલી સ્વરૂપે મોરબી કરવા તેવી પણ ચીમકી સરપંચોએ ઉતરી છે.
પાણીની સમસ્યાને લઈને મોટાભેલા ગામના વનિતાબેને જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી તેમના ગામમાં પીવાના પાણીનો પ્રશ્ન છે રાત્રે બે વાગ્યે તો ક્યારેક ત્રણ વાગ્યે પાણી આવે છે તે પણ અપૂરતું પ્રેશરથી આવતું હોવાથી ફરજિયાત મોટર રાખવી પડે છે. ગામમાં મોટાભાગે સિનિયર સિટીઝન લોકો રહેતા હોય તેવા ઘરોમાં રાત્રે જાગી શકે તેવી સ્થિતિમાં ન હોય અને મોટર વિના પાણી પણ મળતું ન હોવાથી ગામ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.