મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજકોટ શહેરને જન્માષ્ટમીના શુભ પ્રસંગે નર્મદાના નીરની ભેટ આપેલ છે.
મેયર ડૉ.પ્રદિપ ડવ, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, વોટર વર્કસ કમિટી ચેરમેન દેવાંગભાઈ માંકડ એક યાદીમાં જણવે છે કે, ચાલુ વર્ષે ચોમાસાની ઋતુ દરમ્યાન સંતોષકારક વરસાદ આવેલ નથી. તેમજ હાલમાં પાન વરસાદ ખેંચાયેલ છે. વરસાદ ખેંચતા સ્થાનિક જળાશય આજી/ન્યારી ડેમમાં સૌની યોજના મારફત નર્મદાનું પાણી ડેમમાં ઠાલવવા માંગણી કરવામાં આવેલ અને માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને મેયર ડૉ.પ્રદિપ ડવ દ્વારા રજુઆત કરવા આવેલ. જેના અનુસંધાને સરકાર દ્વારા રાજકોટ શહેરને દૈનિક ૨૦ મિનિટ પાણી વિતરણ થઇ શકે તે માટે સૌની યોજના મારફત નર્મદાના નીર ડેમમાં ઠાલવવાની નિર્ણય કરેલ છે. આ નિર્ણયથી આજીડેમમાં નર્મદા મૈયાની પધરામણી થશે મુખ્યમંત્રીએ શહેરીજનોને જન્માષ્ટમીની ભેટ આપેલ છે.


- Advertisement -
| ક્રમ | જળાશયનું નામ | જળાશયની કુલ સપાટી (ફૂટમાં) | જળાશયનું કુલ સ્ટોરેજ (MCFT) | આજની સ્થિતિએ જળાશયોનો સપાટી (ફૂટમાં) | આજની સ્થિતિએ જળાશયોનો જથ્થો (MCFT) | ઉપલબ્ધ જથ્થો |
| ૧ | આજી-૧ | ૨૯ | ૯૧૭ | ૧૫.૪૮ | ૨૧૫ | ૧૦ સપ્ટે. ૨૦૨૧ |
| ૨ | ન્યારી-૧ | ૨૫ | ૧૨૪૮ | ૧૭.૩૮ | ૫૪૪ | ૧૫ નવે. ૨૦૨૧ |
| ૩ | ભાદર-૧ | ૩૪ | ૬૬૪૦ | ૨૦.૧૦ | ૧૯૩૨ | ડીસે-૨૧ |


