અભિલાષ ઘોડા
ગુજરાતી ફિલ્મના જાણીતા કલાકાર મલ્હાર અભિનીત નવી નક્કોર ફિલ્મ ’ઓલ ધ બેસ્ટ પંડ્યા’ સ્ક્રીન સુધી પહોંચી ગઇ છે. મધ્યમવર્ગીય પરિવાર સાથે કોર્ટ રૂમ ડ્રામા સાથે આખા વિષયને વણી લેવામાં આવ્યો છે. સરસ વાર્તા અને મલ્હાર સાથે ખુબ અનુભવી કલાકારો એવા દર્શન જરીવાલા, વંદના પાઠક, યુક્તિ રાંદેરીયા એ પોત પોતાની જવાબદારી ઉત્તમ રીતે નિભાવી છે પણ અભિનયનું મેદાન મારી જાય છે મુંબઈ રંગભૂમિ સાથે જોડાયેલ કડક કલાકાર વિદીશ. સીનીયર એડવોકેટ ના પાત્રમાં આ કલાકારે કમાલ કરી છે. અજબ રાતની ગજબ વાત પછી ફરી એકવાર લેખક ત્રીપુટી અદિતી વર્માં, નિકીતા શાહ અને પ્રેમ ગઢવી એ કડક વાર્તા આપી છે. આ ઉપરાંત જાણીતા કલાકારોમાં અર્ચન ત્રીવેદી, ફિરોઝ ઇરાની, પ્રેમ ગઢવી, સતીષ ભટ્ટ એ પણ આ ફિલ્મ ને પકડી રાખવામાં મહત્વ ની જવાબદારી નિભાવી છે. રાહુલ ભોલે અને વિનીત કનોજીયાની જોડીએ આ ફિલ્મનું દિગ્દર્શન સંભાળ્યું છે. આ ફિલ્મના નિર્માતાઓ છે જીગર ચૌહાણ, મલ્હાર ઠાકર, જીગર પરમાર અને જીમ્મી સતીષ અસીજી. ગઇકાલથી આ ફિલ્મ સિનેમાઘર સુધી પહોંચી ચુકી છે. પરીવાર સાથે જોવાલાયક આ ફિલ્મ છે. પહોંચી જજો..
- Advertisement -
બે ગુજરાતણો આઇફામાં છવાઈ
જાણીતી અભિનેત્રી જાનકી બોડીવાલા અને જાણીતા લેખીકા સ્નેહા દેસાઈને આઇફા એવોર્ડ
ગુજરાતી ફિલ્મો છેલ્લો દિવસ, નાડી દોષ, વશ, ત્રીશા ઓન ધ રોક્સ કરી વશની હીન્દી રીમેક ’શેતાન’ થી બોલીવુડ માં એન્ટ્રી લેનાર જાનકી બોડીવાલા એ તેની પહેલી જ હીન્દી ફિલ્મ માં સહાયક અભિનેત્રી ( ફીમેલ ) કેટેગરીમાં એવોર્ડ મેળવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જાનકી એ બોલીવુડ સ્ટાર અભિનેતા અજય દેવગણ સાથે શેતાન ફિલ્મ માં અભિનય કર્યો છે. જયપુર ખાતે દબદબાભેર યોજાયેલ આઇફા એવોર્ડસ માં બોલીવુડ ના સ્ટાર અભિનેતા શાહરૂખખાન ના હસ્તે જાનકી એ આ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવ્યો છે. આ જ રીતે જેની કલમની નોંધ હવે બોલીવુડ માં પણ લેવાઈ છે તેવા જાણીતા લેખીકા સ્નેહા દેસાઈ એ પણ કીરણ રાવ દિગ્દર્શિત હીન્દી ફિલ્મ લાપતા લેડીઝ માટે બેસ્ટ સ્ક્રીન પ્લે નો આઇફા એવોર્ડ મેળવ્યો છે. બન્ને પ્રતિભાશાળી કલાકારોને અભિનંદન.