જો યુક્રેનના સૈનિક આત્મસમર્પણ કરે છે તો આ અપીલનું સન્માન કરીશ: પુતિન
અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે (14 માર્ચ) વ્લાદિમીર પુતિનને રશિયા દ્વારા કુર્સ્ક ક્ષેત્રમાંથી પાછા ખેંચવામાં આવી રહેલા યુક્રેનના સૈનિકોને મુક્ત કરવા કહ્યુ હતુ. જેના પર પુતિનની પ્રતિક્રિયા સામે આવી છે. પુતિને કહ્યું કે, જો આ (યુક્રેનના સૈનિક) આત્મસમર્પણ કરે છે તો આ અપીલનું સન્માન કરીશ.
- Advertisement -
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પુતિને કહ્યું કે, ‘જો યુક્રેનના સૈનિક આત્મસમર્પણ કરે છે, તો અમે ગેરંટી આપીએ છીએ કે, અમે તેમનો જીવ બચાવી લઇશું. તેમને આંતરરાષ્ટ્રીય કાયદો અને રશિયાના કાયદા અનુસાર જીવન અને સભ્ય વ્યવહારની ગેરંટી આપવામાં આવશે.’ વળી, રશિયાના સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ, પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ દિમિત્રી મેદવેદેવે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કે, ‘જો યુક્રેનના સૈનિક હથિયાર હેઠા મૂકવાનો ઈનકાર કરે છે, તો તે બધાંને નિર્દયતાપૂર્વક ખતમ કરી દેવામાં આવશે.’ નોંધનીય છે કે, ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે, એક દિવસ પહેલાં પુતિન સાથે થયેલી લાંબી ‘સકારાત્મક’ ચર્ચા બાદ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સમાપ્ત થવાની ઘણી સંભાવના છે.
ટ્રમ્પે કરી પોસ્ટ
ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ કરીને કહ્યું કે, ‘આવતીકાલે રશિયાના રાષ્ટ્ર પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે ખૂબ સારી અને ઉપયોગી ચર્ચા થઈ હતી. આ વાતચીત પરથી ઘણી સંભાવના છે કે, આ ભયાનક અને લોહીલોહાણ યુદ્ધ ખતમ થઈ જશે. મેં પુતિનને અનુરોધ કર્યો છે કે, સંપૂર્ણ રીતે ઘેરાયેલા યુક્રેનના સૈનિકોને બક્ષી દે.’
- Advertisement -
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમેરિકાના વિટકૉફે પણ ગુરૂવારે રાત્રે માસ્કોમાં પુતિન સાથે લાંબી બેઠક કરી હતી. જોકે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર ટ્રમ્પે જણાવ્યું નથી કે, પુતિન સાથે સીધી વાત થઈ હતી કે નહીં. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે કહ્યું કે, પુતિને વિટફૉકના માધ્યમથી ટ્રમ્પને સંકેત આપ્યા હતાં. વિટફૉક દ્વારા ટ્રમ્પને જાણકારી આપ્યા બાદ રશિયા અને અમેરિકા પોતાના નેતાઓ વચ્ચે ફોન કૉલની વ્યવસ્થા કરશે.
30 દિવસના યુદ્ધવિરામ પર સંમતિ
ટ્રમ્પે આ અઠવાડિયે રાષ્ટ્ર પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી, જેમાં તેમણે રશિયા અને યુક્રેન વચ્ચે 30 દિવસના યુદ્ધ વિરામનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યારબાદ પુતિને ગુરૂવારે કહ્યું કે, અમે યુક્રેન સાથે 30 દિવસના યુદ્ધ વિરામના અમેરિકાના પ્રસ્તાવને સૈદ્ધાંતિક રૂપે સંમત છીએ. વળી, યુક્રેનના રાષ્ટ્ર પ્રમુખ વોલોડિમિર ઝેલેન્સ્કીએ આ પણ આ કરાર પર સંમતિ દર્શાવી હતી.
ગુરૂવારે ક્રેમલિને રશિયા દ્વારા પ્રસ્તાવનો સ્વીકાર કરાયાની પુષ્ટિ કરી હતી. જોકે, પુતિને મૉસ્કોમાં ભાર મૂકીને કહ્યું કે, ‘યુદ્ધવિરામનો વિચાર ખૂબ જ સાચો છે અને અમે નિશ્ચિત રૂપે તેનું સમર્થન કરીએ છીએ પરંતુ, અમુક મુદ્દા એવા છે જેના પર અમારે ચર્ચા કરવાની જરૂર છે.’ પુતિને શુક્રવારે અમેરિકાના રાજદૂતના માધ્યમથી યુદ્ધ વિરામના પ્રસ્તાવ વિશે ટ્રમ્પને સંદેશો મોકલ્યો હતો. વળી, ઝેલેન્સ્કીએ કહ્યું કે, યુક્રેન પ્રસ્તાવિત યુદ્ધિરામ માટે તૈયાર છે, આ વ્યાપક શાંતિ યોજના વિકસિત કરવાની તક છે. હું યુદ્ધવિરામ વિશે ખૂબ જ ગંભીર છું અને મારા માટે યુદ્ધ વિરામને સમાપ્ત કરવું મહત્ત્વપૂર્ણ છે.