ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
કેશોદના કેવદ્રા ગામે માત્ર 5500ની વસ્તી છે અને અહીંયા પોસ્ટ, બેંક, મંડળી અને 2 આરોગ્ય કેન્દ્રો પણ કાર્યરત છે. તેમજ દરેક સમાજની પોતાની વાડી છે. જેમાં પટેલ, દરબાર, કોળી તેમજ અનુસુચિત જાતિ સમાજની વાડીઓ હોય પરિવારો પ્રસંગ અહી આસાનીથી યોજી શકે છે. કેશોદથી 10 કીમી દુર કેવદ્રા ગામ આવેલું છે. કેવદ્રાનું મૂળ નામ કેશવ ધરા હતું. જે નામ પડવા પાછળ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા છોડી ભાલકા તિર્થ સ્થળે જતી વખતે કેવદ્રા ગામમાં છેલ્લો રાતવાસો કર્યો હોય તેથી કેશવ અને ગામની બાજુમાં પસાર થતી નોરી નદીમાં સ્નાન કર્યું હોય તેથી ધરા એમ બે શબ્દો જોડી કેશવ ધરા નામ પડ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ગામમાં આવેલું શિવ મંદિર ખુબ જ પૌરાણિક હોય તેથી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આ મંદિરની સ્થાપના કરવામાં આવી હોય તેવી માન્યતા પણ રહેલી છે. રાજાશાહી વખતમાં “રા” નવઘણ ના સીધા વારસદાર ગણાતાં રાયજાદા પરીવાર પણ આ ગામમાં વસવાટ કરતો હતો જે વિસ્તારને દરબાર પાટી તરીકે ઓળખવામાં આવતો હતો. પરંતુ આ ગામ માં રહેતાં રાજપૂત પરીવાર ના સંત ગેમલજી ભગતે તેમના જ સમાજ ના લોકો દ્વારા રસ્તાંમાં પડેલ મૃત ગાય ને સજીવન કરવા મશ્કરી કરવામાં આવી હતી. જેને લઈ સંતે ગાયને જીવંત તો કરી પછી તેમના અપમાન બદલ સમાધી લઈ લીધી હતી તે પહેલાં તેમણે તેમના સમાજ ને આ ગામમાં રહી શક્સે નહીં તેવો શ્રાપ આપ્યો હતો જે કારણોસર આ ગામ દરબારોએ છોડ્યું હોય તેવું સમાધી સ્થળના પુજારી દ્વારા જાણવા મળ્યું હતું. રાજા રજવાડાં વખતે વારંવાર યુદ્ધ થતું હોય આ ગામમાં સંતાવવા માટે કોઢા હતાં જે સમયાંતરે નાબુદ થયાં છે. ગામના 85 વર્ષના વડિલ થોભણભાઈ લાડાણી, જીવાભાઈએ નાઘેરોનો સહારો લઈ પલ્ટન બનાવી યુદ્ધ કરી જીત મેળવી હોવાનો ઇતિહાસ જણાવ્યો હતો.
પાણીના પ્રશ્ને યોજના બનાવી’તીગામમાં પીવાનું પાણી અને સિંચાઈ માટેનો સ્ત્રોત ઉભો કરવા આગખાન ટ્રસ્ટ દ્વારા 30 વર્ષ પહેલાં યોજનામાંથી બનાવવામાં આવી હતી.ગામમાં તમામ સમાજના લોકો સંપીને રહેતાં હોય જે એક ઉત્તમ ઉદાહરણ છે.



