પ્રાંત અધિકારી સંદીપસિંહ જાદવએ ખાણીયા (મજૂર)ના વેશમાં બાઈક પર જઈ દરોડા પાડયા
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર જિલ્લાની ખનીજ ચોરીની વધી રહેલી ઘટનાઓ સામે રેવન્યુ વિભાગ હરકતમાં આવ્યું છે અને ખનીજ માફીયાઓ સામે લાલ આંખ કરી છે. પ્રાંત અધિકારી સંદીપસિંહ જાદવની આગેવાનીમાં ગ્રામ્ય પંથકમાં થતી ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહીને પૂર્વે તંત્રને ભૂમાફિયાઓ દ્વારા અધિકારીઓની રેકી કરવામાં આવતી હોવાની વિગતો મળી હતી. જેથી પ્રાંત અધિકારી સંદીપસિંહ જાદવએ ખૂબ જ વિચક્ષણ રીત અપનાવી ખનીજમાફીયાઓ સુધી પહોંચવાની વ્યૂહરચના ઘડી હતી. તેમણે ખાણીયા (મજૂર)ના વેશમાં બાઈક પર જઈ તપાસ હાથ ધરી હતી અને 6 જેટલી ગેરકાયદે બિલ્ડિંગ સ્ટોનની ખાણોમાં દરોડા પાડયા હતા. બળેજ અને ઊંટડા ગામમાં દરોડા પાડીને 6 ખાણોમાંથી ગેરકાયદે ખનનમાં ઉપયોગમાં લેવાતા 19 ચક્કરડી, 5 ટ્રેક્ટર અને 4 જનરેટર સહિત અંદાજે ₹35 લાખનો મુદ્દામાલ ઝડપાયો છે. આ સમગ્ર મુદ્દામાલ ખાણ ખનીજ વિભાગને વધુ તપાસ માટે સોંપવામાં આવ્યો છે અને હાલ નવીબંદર પોલીસ સ્ટેશનમાં ખાતે રાખવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ, પ્રાંત અધિકારી સંદીપસિંહ જાદવની ટીમે આ ઓપરેશનને સફળ બનાવ્યું છે. ગેરકાયદે ખનનકારો સામેની આ કાર્યવાહીથી પંથકમાં ફફડાટ ફેલાઈ ગયો છે. સ્થાનિક તંત્રએ ઘોષણા કરી છે કે ભવિષ્યમાં પણ આ પ્રકારના ગુનાઓ પર લાગામ લગાવવા માટે સખત કાર્યવાહી ચાલુ રહેશે તેવા સ્પષ્ટ સંકેતો આપ્યા છે.
- Advertisement -
પોરબંદર : ગેરકાયદે ખનન સામે રેવન્યુ વિભાગની લાલ આંખ..35 લાખનો મુદ્દામાલ જપ્ત
પોરબંદર જિલ્લા કલેકટરની સૂચનાથી પ્રાંત અધિકારી સંદીપસિંહ જાદવના માર્ગદર્શન હેઠળ પોરબંદર ગ્રામ્ય મામલતદાર તથા રેવન્યુ વિભાગની ટીમે ખાનગી વાહનોમાં રેઇડ કરી જુદી જુદી ખાણોમાંથી 19 ચરકડી (કટિંગ મશીન),5 ટ્રેકટર,4 જનરેટર મળી કુલ 35 લાખનો મુદ્દામાલ ઝડપી લઇ ખાણ ખનીજ વિભાગને તપાસ અર્થે સોંપી નવિબંદર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યો છે. ભવિષ્યમાં પણ ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવા સ્પષ્ટ સંકેતો આપ્યા છે.