ભારતના લોકો માત્ર 5 વર્ષમાં 579 કરોડ કિલોગ્રામ ચા ગટગટાવી ગયા
એક ભારતીય વર્ષે સરેરાશ 844 ગ્રામ ચા પી જતો હોવાનું અભ્યાસમાં તારણ
માથાદીઠ સૌથી વધુ 1418 ગ્રામ ચાનો વપરાશ ગુજરાતમાં: રિપોર્ટ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.24
2019થી લઈને 2023 સુધીનાં 5 વર્ષના ગાળામાં દેશમાં 579 કરોડ કિલોગ્રામ ચાનો વપરાશ થયો. 2019માં 111 કરોડ કિગ્રાથી વધીને 2023માં 120 કરોડ કિગ્રાએ વપરાશ પહોંચી ગયો છે. મિડીયાએ ટી બોર્ડ ઓફ ઈન્ડિયાને કરેલી આરટીઆઈમાં આ માહિતી સામે આવી છે. આરટીઆઈમાં છેલ્લાં 5 વર્ષમાં રાજ્યવાર ચાની ખપતની પણ માહિતી માંગવામાં આવી હતી પરંતુ ટી બોર્ડે જવાબ આપ્યો કે તેઓ રાજ્યવાર માહિતી એકત્ર કરતા નથી.
- Advertisement -
ટી બોર્ડ ઓફ ઈન્ડિયાએ આરટીઆઈના અનુસંધાને આપેલી માહિતી મુજબ 2019થી 2023 સુધીમાં દેશમાંથી કુલ 112 કરોડ કિલોગ્રામ ચાની નિકાસ કરવામાં આવી જેનું મૂલ્ય 27,977 કરોડ રૂપિયા થાય છે. 2023માં 23 કરોડ કિગ્રા ચાની નિકાસ થઈ જેનું મૂલ્ય 6,161 કરોડ રૂપિયા છે. આ 5 વર્ષના ગાળામાં દેશમાં 12 કરોડ કિગ્રા ચાની આયાત કરાઈ જેનું મૂલ્ય 1,835 કરોડ રૂપિયા છે.
બીડીઓ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ 2023માં દેશમાં સૌથી વધુ 13.9 કરોડ કિગ્રા ચાની ખપત મહારાષ્ટ્રમાં નોંધાઈ. બીજા નંબરે ઉત્તરપ્રદેશમાં 17.5 કરોડ કિગ્રા અને ત્રીજા ક્રમે ગુજરાતમાં 10.1 કરોડ કિગ્રા સાથે છે. ત્યારબાદ મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાન આવે છે જ્યાં અનુક્રમે 8.9 કરોડ કિગ્રા, 8.7 કરોડ કિગ્રા અને રાજસ્થાન 8.5 કરોડ કિગ્રાનો વપરાશ એક વર્ષમાં નોંધાયો છે.
ટી બોર્ડ ઓફ ઈન્ડિયાએ આરટીઆઈના અનુસંધાને આપેલી માહિતી મુજબ 2019થી 2023 સુધીમાં દેશમાંથી કુલ 112 કરોડ કિલોગ્રામ ચાની નિકાસ કરવામાં આવી
વ્યક્તિ દીઠ કયા રાજ્યમાં કેટલા કિલો ચાનો વપરાશ
- Advertisement -
રેન્ક રાજ્ય ગ્રામ્ય શહેરી સરેરાશ
1 ગુજરાત 1335 1552 1418
2 ગોવા 1309 1285 1301
3 હરિયાણા 1259 1261 1260
4 મહારાષ્ટ્ર 944 1145 1163
5 હિમાચલ 1146 1134 1145
(આંકડા વાર્ષિક સરેરાશ ગ્રામમાં, સ્રોત: બીડીઓ ઈન્ડિયા રિપોર્ટ 2023)
કયા રાજ્યમાં ચાનું કેટલું ઉત્પાદન
રાજ્ય ઉત્પાદન યોગદાન
આસામ 337.9 50%
પ. બંગાળ 206.9 31%
તમિલનાડુ 80.4 12%
કેરળ 31.5 5%
અરુણાચલ 6.2 1%