રાજકોટ તા.૭ ઓગસ્ટ – રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાનું સરતાનપર ગામે ૧૦૦ ટકા વેકસીનેટેડ ગામ થવાનું ગૌરવ હાંસલ કર્યું છે.
આ અંગેની વિગતો આપતાં વીંછીયાના પ્રાંત અધિકારીશ્રી પારસ વાંદાએ જણાવ્યું હતું કે, ૧૮ વર્ષથી વધુ વયના સરતાનપર ગામના તમામ ૬૦૭ લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આજરોજ અપાઇ ગયો છે. આથી આ ગામ સંપૂર્ણ વેકસીનેટેડ ગામ બન્યું છે. ભડલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. ખાંભલા, આશા બહેનો, આંગણવાડી કાર્યકરો, શિક્ષકો અને સમગ્ર આરોગ્ય કર્મચારીઓની અવિરત મહેનતને લીધે આ શકય બન્યું છે, તેમ પ્રાંત અધિકારીશ્રી વાંદાએ ઉમેર્યું હતું.


