લીલા ગાંજાના છોડનું વાવેતર કરનાર શખ્સની પણ અટકાયત કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.18
સુરેન્દ્રનગર જીલ્લા એસ.ઓ.જી ટીમના પીઆઇ બી.એચ.શીંગરખીયા સહિતનો સ્ટાફ સાયલા નજીક પેટ્રોલીંગમાં હોય તેવા સમયે સાયલા તાલુકાના ગંગાજળ ગામે રહેતા ગભરૂભાઇ દાદભાઈ ખાચર દ્વારા પોતાના રહેણાક મકાનમા ગાંજાના છોડનું વાવેતર કર્યું હોય જે અંગેની બાતમીના આધારે એસ.ઓ.જી ટીમે દરોડો કરતા રહેણાક મકાનના ફળિયામાંથી લીલા ગાંજાના છોડ નંગ 10 જેનો વજન 17.450 ગ્રામ કિંમત 1,74,500/- રૂપિયાના જપ્ત કરી ગભરૂભાઈ દાદભાઈ ખાચરને ઝડપી પાડી ઝડપાયેલ ઈસમ વિરૂદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.