ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લા એલ.સી.બી સ્ટાફના પીઆઇ જે.જે.જાડેજા, પી.એસ.આઇ વાય.જે.પઠાણ સહિતનો સ્ટાફ લખતર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તેવા સમયે ડેરવાળાથી સાંકળ ગામ તરફ જવાના માર્ગે એક શખ્સ ગેરકાયદેસર હથિયાર લઈને નીકળવાનો હોવાની બાતમીના આધારે વિચ ગોઠવી ઊભા હોય તેવા સમયે સાંકળ ગામના હકિમભાઈ ઈશબભાઈ બેલીમ શંકાસ્પદ હાલતમાં નીકળતા તેઓને અટકાવી અંગઝડતી લેતા શખ્સ પાસેથી એક હાથ બનાવટની સિંગલ બેરલ બંધુક કિંમત 2500/- રૂપિયાની મળી આવતા શખ્સ પાસે હથિયાર અંગે કોઈ લાયસન્સ નહિ હોવાથી ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.