પોલીસ વાનમાંથી ઉતારી યુવાનને લાકડી વડે માર માર્યો હોવાનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.18
પોલીસને ગુન્હેગારો માટે દંડો જરૂર આપ્યો છે પરંતુ આ દંડો માત્ર ગુન્હેગારો માટે જ છે ત્યારે પોલીસ હાલ દંડો ગુન્હેગારો કરતા વધુ સામાન્ય જનતાને ડરાવવા માટે ઉપયોગ કરતા હોવાનું વારંવાર નજરે પડે છે તેવામાં સુરેન્દ્રનગર પોલીસ પર પણ આ પ્રકારનો જ આક્ષેપ કરાયો છે જેમાં સુરેન્દ્રનગર ખાતે રહેતા હનીફભાઇ 16 ડિસેમ્બરના રોજ રાત્રીના સમયે પોતાના અન્ય મિત્રો સાથે ઊભા હોય તેવામાં એક પોલીસ વાનમાં મહિપાલસિંહ નામનો પોલીસકર્મી ગાડીમાંથી ઉતરી કોઈ કઈ સમાજે તે પૂર્વે જ લાકડી વડે મારવા લાગ્યો હતો આ તરફ અચાનક પોલીસ કર્મી દ્વારા માર મારતા ત્યાંથી અન્ય મિત્રો ભાગી છૂટયા હતા જ્યારે હનીફભાઇ હાથના ભાગે ઈજા પણ પામી હતી અહી સામાન્ય માણસને કોઈ પાડોશી કે અન્ય કોઈ સાથે મારામારી થાય તો પોલીસને પણ ફરિયાદ કરે પરંતુ અહી પોલીસ જ કારણ વગરનો માર મારતા હવે આ યુવાન ફરિયાદ કરે તો પણ કોને ? તેવો પ્રશ્ન ઉદ્ભવ્યો હતો ત્યારે આ તરફ પોલીસ કર્મી દ્વારા યુવાનને માર મારતા હોવાનો સીસીટીવી ફૂટેજ પણ વાઇરલ થયા હતા. જેને લઇ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની છબી સામાન્ય લોકોમાં વધુ ખરડાઈ છે.