400 સરપંચોને સેમીનાર સત્રમાં બોલાવવામાં આવશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભારતનું સૌથી મોટું કૃષિ પ્રદર્શન એગ્રીવર્લ્ડ એક્સ્પો 2024નું રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે 20 થી 22 ડિસેમ્બર સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ કૃષિ પ્રદર્શન એગ્રીવર્લ્ડ એક્સ્પોમાં 400 થી વધુ કંપનીઓ અને સંસ્થાઓ સહભાગી બનીને નવીન ટેકનોલોજી અને સાધનોનું પ્રદર્શન કરશે. આ ઉપરાંત 400 સરપંચોને સેમીનારમાં સત્રમાં બોલાવવામાં આવશે.
- Advertisement -
એક્સ્પોની થીમ ખેતી દેશની તાકાત ખેડૂતોને સશક્ત બનાવી ગ્રામીણ અર્થવ્યવસ્થાને સક્ષમ બનાવવા પ્રહેલ કરાશે. આ ઉપરાંત પાક સુરક્ષા અને પોષણ, ઓર્ગેનિક પ્રોડક્ટ, ડેરી ટેકનોલોજી, પશુપાલન ઉત્પાદનો અને પુન:પ્રાપ્ય ઉર્જા સહિતના કાર્યક્રમ યોજાશે.