રાજકોટ-69 (પશ્ચિમ) વિસ્તારમાં અશાંતધારાનો ભંગ થતો હોવાનો ધારાસભ્યનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
રાજકોટ-69 (પશ્ચિમ) વિસ્તારમાં અશાંત ધારાનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો હોવાનું અને પોલીસ દ્વારા નાણા લઈ મકાનોના ખરીદ વેચાણ માટે આ વિસ્તારના આસામીઓને અભિપ્રાય અપાતા હોવાનો આક્ષેપ ધારાસભ્ય ડો. દર્શિતા શાહ દ્વારા કરવામાં આવ્યો હતો. તેમજ આ મામલે કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.
- Advertisement -
જેના અનુસંધાને ગાંધીગ્રામ પોલીસ દ્વારા વિધાનસભા ક્ષેત્ર 69 અને વોર્ડ નંબર 2માં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ દ્વારા શકમંદ વ્યક્તિઓના દસ્તાવેજ, ભાડા કરાર સહિતની વિગતો ચેક કરવામાં આવી હતી. અગાઉ શહેરના તમામ ધારાસભ્યો દ્વારા અશાંત ધારામાં વધુ વિસ્તારોને આવરી લેવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ આ બાબતે હજુ સુધી કોઈપણ જાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.
આ ઉપરાંત કલેકટર કચેરી ખાતે ફરીયાદ સંકલનની બેઠકમાં પણ આ અશાંત ધારાનો મામલો ઉઠયો હતો.