ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
માણાવદર તાલુકા કક્ષાના રવિ કૃષિ મેળો ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો આ કૃષિ મહોત્સવમાં ખેડૂતોને ટેકનોલોજીનો ઉપયોગથી ખેતીને સાથે મધઉછેર, પશુપાલન સહિત ક્ષેત્રેમાંથી વધારાની આવક મેળવીને અનુરોધ કર્યો હતો. ડ્રિપ ઈરિગેશનમાં સેન્સર સીસ્ટમ, રિન્યુઅલ એનર્જી સહિતની ટેકનોલોજી તેમજ પશુપાલન કરતા ખેડૂતો માટે પણ પશુપાલન ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ લાભ આપવામાં આવી રહ્યો છે.
રવિ કૃષિ મહોત્સવમાં અને કૃષિસંલગ્ન સ્ટોલ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ખેતી વિભાગના વિવિધ યોજનાઓના સહાય હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા. અને રવિ કૃષિ મહોત્સવના રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ ખેડૂતોએ નિહાળ્યું હતું.આ કાર્યક્રમમાં જિલ્લા આયોજન અધિકારી આર.એમ. ગંભીર, તાલુકા પંચાયતના પ્રમુખ રમાબેન ઝાલાવાડીયા, તાલુકા વિકાસ અધિકારી બી.પી.નંદાણીયા, જિલ્લા પંચાયત સદસ્ય કંચનબેન ડઢાણીયા, સીડીપીઓ ગીતાબેન વણપરિયા સહિતના આગેવાનો અને અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ખેતીવાડી અધિકારી કિશન ગજેરા, મદદનીશ ખેતીવાડી અધિકારી ધવલ ત્રાડા, ખેતીવાડી વિસ્તરણ અધિકારી સ્મિતાબેન રાઠોડ સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.