વેરાવળ પાલિકાના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે જિલ્લા કલેક્ટરની વોર્ડ સભા યોજાઈ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.3
ગીર સોમનાથ જિલ્લા મથક વેરાવળ ખાતે જિલ્લા કલેક્ટરના નેતૃત્વમાં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા આજથી ત્રિમાસિક સફાઈ ડ્રાઇવ શરૂ થઈ છે ત્યારે પ્રથમ દિવસે જિલ્લા કલેકટર ડી. ડી. જાડેજા અને નગરપાલીકાના નગરસેવકો સહિતના અધિકારીઓએ વોર્ડ નં.7 ની સફાઈ કરાવી લારી ધારકોને ફૂટપાથ ની નિશ્ચિત જગ્યાએ લારીઓ રાખવા જણાવ્યું.સાંજે જિલ્લા કલેકટરે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે વોર્ડ સભા યોજી સ્થાનિકોના પ્રશ્નો સાંભળી સત્વરે નિકાલ કરવા સૂચનો કરી શહેરીજનોને વિશ્વાસ અપાવ્યો હતો કે માત્ર કહેવા પૂરતી નહિ પરંતુ આ વખતે નક્કર કામગીરી થશે.ખાસ કરીને ડોર ટુ ડોર કલેક્શનની વધુ ફરિયાદો ઉઠી હતી અને તે બાબતે ચોક્કસ કામગીરી કરવા કલેકટરે નગરપાલિકાના હોદ્દેદારોને ટકોર કરી વહેલી ટકે ટાઇમ ટેબલ જારી કરવા જણાવ્યું.



