પવિત્ર નગરીના દામોદર કુંડની હાલતથી નેતાઓ અને તંત્રના પેટનું પાણી નથી હાલતું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
જૂનાગઢ એક પ્રાચીન અને પવિત્ર નગરી તરીકે દેશ વિદેશમાં અગાઉ સ્થાન ધરાવે છે.પણ આજે નહિ વર્ષોથી ભવનાથ તળેટી વિસ્તારમાં આવેલ અતિ પવિત્ર દામોદર કુંડ કે જ્યાં વર્ષે લાખો શ્રદ્ધાળુ પિતૃ કાર્ય અને સ્નાન વિધિ કરવા આવે છે.આજે પવિત્ર દામોદર કુંડની હાલત જોઈને ભાવિકોનું માથું શરમથી જુકી જાય છે અને નેતાઓ અને તંત્રના પેટનું પાણી પણ નથી હાલતું દામોદર કુંડ અને આસપાસ ગટરનું પાણી તેમજ કચરાના ઢગલા અને પ્લાસ્ટિકથી ખદબદે છે.
- Advertisement -
દામોદર કુંડ એવું સ્થાન જ્યાં દર મહિને લાખો શ્રદ્ધાળુઓ સુખ અને શાંતિ અને પિતૃ કાર્ય સાથે સ્નાન કરવા આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ પવિત્ર પાણી આજે ગટરનું પાણી બની ગયું છે? હાં ભવનાથ વિસ્તારોના તમામ ગટર અને ગંદા પાણીની નાલીઓ સીધી આ કુંડમાં ભળી રહી છે.આજે આ કુંડ પવિત્ર જળનો નથી, પરંતુ ગંદા પાણીનું કુંડ બની ગયું છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ત્યાં ઊભા રહેવું પણ મુશ્કેલ છે. પાણીમાંથી ઉઠતી દુર્ગંધ એવી છે કે શ્વાસ લેવું પણ અસાધ્ય બની જાય છે. અને વિચાર કરો, આ જ પાણીમાં બાળકો રમતા હોય છે, લોકો સ્નાન કરી રહ્યા હોય છે, અને ઘરે બિમારીઓ લઇને જઈ રહ્યા હોય છે. આ માત્ર અમારી ધાર્મિક શ્રદ્ધા પર જ નહીં, પરંતુ અમારા સ્વાસ્થ્ય અને સમાજ પર પણ મોટો આઘાત છે. સવાલ એ છે કે આ કુંડ આ ગંદકીથી ક્યા સુધી પીડિત રહેશે? કુંડને શુદ્ધ કરવા ઠોસ પગલાં ઉઠાવવા જરૂરી છે.અથવા આ ગટર અને પ્લાસ્ટિકના કચરાને કુંડ સુધી પહોંચવાથી રોકવું જોઈએ, અથવા તો સ્વીકારવું જોઈએ કે દામોદર કુંડ, જે પવિત્રતા અને શ્રદ્ધાનું પ્રતીક તરીકે ભાવિકો આવીને સ્નાનવિધિ અને પિતૃ કાર્ય કરવા પધારે છે.પણ હાલની સ્થિતિ જોઈને ભાવિકો નેતાઓ અને તંત્ર પર ફિટકાર વરસાવે છે અને આ પવિત્ર ભૂમિને ક્યારે આવી ગંદગીથી ઉગારશે અને સ્વચ્છ દામોદરકુંડ ક્યારે બનશે તેવા અહીં આવતા ભાવિકો તંત્ર સામે રોષ પ્રગટ કરે છે.