ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
કેશોદ એરપોર્ટ ખાતે ધનતેરસના દિવસે એરલાયન્સ એરદ્વારા નવા રૂટીન શરૂઆત કરતા અમદાવાદ-કેશોદ, અમદાવાદ રૂટની એટીઆર 72 સિટના વિમાનનું આગમન થયુ હતુ. ત્યાર બાદ આ વિમાન દીવ થઇ મુંબઇ મહોંચ્યુ હતુ અને પરત મુંબઇથી વાયા દીવથી સાંજના કેશોદ પહોંચી અમદાવાદ રવાના થયુ હતુ. અમદાવાદ-કેશોદ રૂટનું વિમાન સોમ, ગુરૂ, શુક્ર અને અઠવાડીયાના 3 દિવસ અમદાવાદથી સવારના આગમન અને સાંજના પરત જવા ઉડાન ભરશે ઉપરાંત આ રૂટ દીવ અને મુંબઇ સુધી લંબાતા દીવ અને મુંબઇ જતા મુસાફરોને મુસાફરી કરવી સરળ બનશે. ઉપરાંત સોમવારના મુંબઇ-કેશોદ-મુંબઇ વધારાની ફલાઇટ શરૂ કરતા અઠાવાડીયાના 8 દિવસ કેશોદ એરપોર્ટ ધમધમતુ રહેશે. આ ઉપરાંત સોમનાથ ટ્રસ્ટ દ્વારા કેશોદ એરપોર્ટ પર ઉતરનાર ટ્રસ્ટ દ્વારા કેશોદ એરપોર્ટ ઉતરનાર શ્રઘ્ધાળુઓને એસી બસમાં નિ:શુલ્ક સોમનાથ લઇ જવામાં આવશે.
કેશોદથી અમદાવાદ અને કેશોદ-દીવ ફલાઇટ શરૂ, પ્રથમ દિવસે 135 લોકોએ મુસાફરી કરી



