વડીલોને કુમકુમ તિલક સાથે ભાગવત ગીતા ભેટ આપી, સૌ કોઈ ગરબે ઘૂમ્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.2
જુનાગઢ જીલ્લાની પોલીસ દ્વારા વિશ્વ વૃદ્ધ દિવસ નિમિતે વૃદ્ધાશ્રમમાં આશ્રય લેતા વડીલો સાથે અનોખી ઉજવણી કરી હતી જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મેહતાની ઉપસ્થિતિ સાથે ડીવાયએસપી નિકિતા શિરોયા, પીઆઇ એચ.પી.ગઢવી, એફ.બી.ગગનીયા, કે.આર.સુવાના માર્ગદર્શન સાથે એસ.પી.સીના ડી.આઇ. તથા એસ.પી.સીના બાળકોને સાથે વડીલો સાથે વિશ્વ વૃદ્ધ દિવસ ઉજવ્યો હતો.
- Advertisement -
આ પ્રસંગે દાદી-દાદીના દોસ્ત તથા સુરક્ષા સેતુ અંતર્ગત વિશ્વ વિશ્વ વૃદ્ધ દિવસે અપનાઘર વ્રુધ્ધાશ્રમના 40 સભ્યો, મહિલા આશ્રયસ્થાન ના 12 સભ્યો તથા ભિક્ષુક ગ્રુહના 17, વૃદ્ધ નિકેતનના 22 સભ્યો, “સોની સમાજ વ્રુધ્ધાશ્રમ”ના 6 સભ્યો તેમજ સીનીયર સીટીઝનના 45 વૃદ્ધ સભ્યોનુ એસ.પી.સી.ના બાળકો દ્વારા પુષ્પગુચ્છ તેમજ કંકુ, ચોખાનું તિલક કરીને જીવન જરૂરીયાતના કપડા તેમજ શ્રીમદ ભાગવત ગીતાજી પુસ્તક ભેટ આપવામાં આવ્યા હતા અને પોલીસ બેન્ડની સુરાવલી સાથે તમામ વડીલો અને ઉપસ્થિત સર્વે લોકોએ નવરાત્રી પર્વ નિમિતે ગરબે ઘુમીને માતાજીની આરાધના કરી હતી.