રજનીકાંતને પેટમાં દુખાવો થતાં ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયાં : હાલત સ્થિર
સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને ગઈકાલે મોડી રાત્રે ચેન્નાઈની એપોલો ગ્રીમ્સ રોડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ સમાચાર પછી, ચાહકો અભિનેતાના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે. સુપરસ્ટાર રજનીકાંતને ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ચેન્નાઈ પોલીસે જણાવ્યું કે, રજનીકાંતને પેટમાં દુખાવો થતાં સોમવારે રાત્રે હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં. હોસ્પિટલનાં એક સૂત્રના જણાવ્યાં અનુસાર, 73 વર્ષીય અભિનેતાની હાલત “સ્થિર” છે.
- Advertisement -
હોસ્પિટલના એક સૂત્રએ જણાવ્યું હતું કે, અભિનેતા ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડો. સાઈ સતીશ હેઠળ ઈલેકટીવ પ્રોસિજરમાથી પસાર થવું પડશે , આ પ્રક્રિયા મંગળવારે કાર્ડિયાક કેથ લેબમાં કરવામાં આવશે. અભિનેતાના સ્વાસ્થ્ય અપડેટની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. જો કે અભિનેતાના પરિવાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
રજનીકાંતની પત્ની લતાએ અભિનેતાની હેલ્થ અપડેટ આપી છે. જો કે તેને ઘણું જાહેર કર્યું ન હતું, તેને ફક્ત એટલું જ કહ્યું હતું કે “બધું સારું છે. હવે સોશિયલ મીડિયા પર ચાહકો રજનીકાંતના જલ્દીથી સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યાં છે. તમિલનાડુના સીએમએ પણ રજનીકાંતને જલ્દી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી હતી અને સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું હતું કે મારા મિત્ર રજનીકાંત જે હાલ હોસ્પિટલાઈઝ છે તે જલ્દીથી સ્વસ્થ થઈ જાય. બીજા એક અભિનેતા સરથ કુમારે પણ એક્સ પર ’ગેટ વેલ સુન’ લખ્યું હતું. રજનીકાંત હાલમાં લોકેશ કનાગરાજની ફિલ્મ ’કુલી’ના શૂટિંગમાં વ્યસ્ત છે.
આ પહેલાં સોમવારે તેઓ દિગ્ગજ ફિલ્મ નિર્માતાઓ એસપી મુથુરામન અને એવીએમ સરવણનને મળ્યાં હતાં અને આ મીટિંગની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જય ભીમના દિગ્દર્શક ટીજે જ્ઞાનવેલ સાથે રજનીકાંતની ફિલ્મ ’વેટ્ટાઈન’ 10 ઓક્ટોબરે રિલીઝ થશે આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ છે.