ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
રાજકોટ શહેરના પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધીક પોલીસ કમીશનર મહેન્દ્ર બગડીયા,ઝોન-1 વિભાગના નાયબ પોલીસ કમિશનર સજ્જનસિંહ પરમાર તથા મદદનીશ પોલીસ કમીશનર (પૂર્વ વિભાગ) બી.વી.જાધવ તથા જઙઈના રાજકોટ શહેરના નોડલ અધિકારી મદદનીશ પોલીસ કમીશ્નર એમ.આઈ.પઠાણની સુચનાથી ભક્તિનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર મયુરધ્વજસિંહ એમ. સરવૈયા સા.ના માર્ગદર્શન હેઠળ ભક્તિનગર પોલીસ સ્ટેશન દેખરેખ હેઠળ આવતી હરીઓમ ક્ધયા વિધ્યાલયના જઙઈના કુલ-56 કેડેટસને પોલીસ હેડ કવાર્ટર ની મુલાકાત માટે લઇ જવામા આવેલ સૌપ્રથમ પોલીસ હેડ કવાર્ટર ખાતે આવેલ પરેડ ગ્રાઉન્ડ જેમા ઓપ્ટીકલ્સ,કવાર્ટરગાર્ડ,રનીગટ્રેક વીગેરે બતાવવામા આવેલ ત્યારબાદ કોતરૂમ ખાતે આર્મ એન્ડ એમ્યુનેશન વિભાગ ખાતે બાળકો ને અલગ-અલગ પ્રકાર ના હથીયાર નુ પ્રદર્શન કરી તેની બનાવટ,રેંજ તથા તેના પાર્ટસ વિશે પોલીસ આર્મર દ્વારા ઉંડાણપુર્વક ની માહીતી આપવામા આવી ત્યારબાદ બાળકો ને શહીદ સ્મારક ખાતે પણ લઇ જવામા આવેલ તથા શહીદ સ્મારક ના મહત્વ વિશે માહીતી આપવામા આવેલ ત્યારબાદ ડોગસ્કોડ ખાતે ચોરી,એક્સ્પ્લોઝીવ ડીટેકશન વીગેરે માટે ઉપયોગમાં લેવાતા તાલીમબધ્ધ ડોગ બતાવી તેમની ડોગડ્રીલ પ્રદશીત કરવામા આવેલ ત્યારબાદ પોલીસ હેડ કવાર્ટર ખાતે આવેલ જીમ,લાઇબ્રેરી,સી.પી.સી કેન્ટીન,એમ.ટી.વિભાગ, તાલીમ ભવન,બેરેક,અંબાજીમંદીર,ક્રીકેટ ગાઉન્ડ,ફુટબોલ ગ્રાઉન્ડ, બાસ્કેટબોલ ગ્રાઉન્ડ, વિગેરે બતાવવામા આવેલ જે દરમ્યાન કેડેટસને વિવિધ પ્રકારની આઊટડોર રમતો પણ રમાડવામા આવેલ ત્યારબાદ એ.સી.પી પોલીસ હેડ કવાર્ટરની કચેરી, આર.પી.આઇની કચેરીની મુલાકાત લેવડાવી કચેરીની કામગીરીથી અવગત કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ પોલીસ હેડ કવાર્ટર ખાતે સ્થાપના થયેલ ગણપતીજીના દર્શન કરાવી કેડેટસને પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવેલ જે દરમ્યાન કેડેટસ ભકતીમય રાસ રમી ભાવવિભોર થયેલ પોલીસ હેડ કવાર્ટર ની ઉપરોકત મુલાકાતના અંતે જઙઈ રાજકોટ શહેર ના નોડલ અધિકારી મદદનીશ પોલીસ કમિશનર એમ.આઈ.પઠાણ દ્વારા તમામ કેડેટસને ચોકલેટ, બિસ્કીટ, ફ્રુટી તથા અન્ય નાસ્તો આપવામા આવેલ તથા પોતે કેડેટસ ને રૂબરુ મળી તેઓના ખબરઅંતર પુછી તેઓની સ્કુલમાં ચાલી રહેલ સ્ટુડન્ટ પોલીસ કેડેટસ એકટીવીટીની કામગીરીથી અવગત થયેલ ઉપરોકત વીઝીટ પુર્ણ થતા કેડેટસને મળેલ ખુબ જ ઉપયોગી માહીતીથી તથા તેઓએ વિઝીટ દરમ્યાન કરેલ સ્પોર્ટસ એકટીવીટીથી ખુબજ ઉત્સાહીત અને આંનદીત થયું છે. ઉપરોકત કામગીરીમાં એ.એસ.આઇ. જયદિપસીહ હમીરસીહ,વુ.પો.કો.વિલાસબેન રમેશભાઇ,વુ.પો.કો.જાગ્રુતીબેન શીવાભાઇ,સી.પી.ઓ.ભાવીકાબેન ગોંડલીયા તથા સી.પી.ઓ. સોનલબેન ગોસ્વામી દ્વારા કેડેટસ ની સાથે રહી માર્ગદર્શન પુરૂ પાડવામા આવ્યું હતું.



