પોલીસે બે આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી કરી
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવેલા આવાસ યોજના નજીક વિદેશી દારૂની હેરાફેરીનો બનાવ પકડી પાડતા પોલીસે 8.50 લાખના મુદ્દામાલ ઝડપી પાડયો છે. પોલીસની પેરોલ ફર્લો સ્કવોડ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે, એક બોલેરો વાહનમાંથી 1404 બોટલ વિદેશી દારૂ જપ્ત કરાયો છે. બોખીરાના ક્ધયાશાળા નજીકથી રબારી કેડામાં રહેતો લાખા જીવા મારુ, બાતમીના આધારે બોલેરો લઈને પસાર થતા પોલીસે તેને રોક્યો.
- Advertisement -
ત્યારબાદ, બોલેરો વાહનની તલાશી દરમિયાન અલગ-અલગ બ્રાન્ડની 1404 બોટલ વિદેશી દારૂ મળી આવી. પોલીસ દસ્તાવેજો અનુસાર, પાંચ લાખના બોલેરો સાથે કુલ 8,49,600 રૂપિયાનું મુદ્દામાલ કબજે કરાયો છે. આગળની પૂછપરછમાં, લાખા જીવા મારુએ આ દારૂ નાગા કિશા મકવાણા, જે બોખીરાના રિલાયન્સ પેટ્રોલ પંપ પાછળ રહે છે, તેની તરફથી મંગાવ્યાની કબુલાત કરી. આ માહિતીના આધારે, નાગા કિશા મકવાણા વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે અને તેના અટકાયતી પગલાં શરૂ કરવામાં આવ્યા છે.