તલવારો અને કાચની બોટલોથી હુમલો કર્યો: ટોળાંએ દુકાનો અને વાહનો ફૂંકી માર્યા
52 લોકોની અટકાયત, કલમ 163 લાગુ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
બુધવારે રાત્રે કર્ણાટકના માંડ્યાના નાગમંગલામાં ગણપતિ વિસર્જન યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટના રાત્રે 8 વાગ્યે બની હતી. મૈસૂર રોડ પર દરગાહ પાસે પહોંચ્યા ત્યારે કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો. આ પછી હિન્દુઓએ પણ પ્રદર્શન કર્યું.
આ વિસ્તારની કેટલીક દુકાનો અને ત્યાં પાર્ક કરેલાં વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો.
કન્નડ ન્યૂઝ ચેનલો અનુસાર, નજરે જોનારાઓએ જણાવ્યું હતું કે, પથ્થરમારા સિવાય સરઘસ પર તલવારો, સળિયા અને બોટલોથી પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં 15 પોલીસકર્મી પણ ઘાયલ થયા છે.
કન્નડ ન્યૂઝ ચેનલો અનુસાર, પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, યાત્રા પર પથ્થરમારા ઉપરાંત તલવારો, પાઈપો અને જ્યૂસની બોટલોથી પણ હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે 15 પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હિન્દુ સમુદાયે પોલીસ સ્ટેશન આગળ ગણેશ મૂર્તિને અટકાવી આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ગયા વર્ષે પણ બદરીકોપ્પલમાં મૈસૂર રોડ પર આ જ દરગાહની સામે હોબાળો થયો હતો. આ વિસ્તારમાં 3 દિવસ માટે ઇગજની કલમ 163 (તે ઈઙિઈમાં કલમ 144 હતી) લાગુ કરવામાં આવી છે. આ ઘટનાના વિરોધમાં બજરંગ દળ અને વિશ્ર્વ હિન્દુ પરિષદે ગુરુવારે બંધનું એલાન આપ્યું છે. ઘટના બાદ પોલીસે બંને પક્ષના 52 લોકોની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. તેમની પૂછપરછ કરી રહી છે. અહીં કલેક્ટરે આજે નાગમંગલામાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરી છે.