તા. 7થી 17 સુધી દુંદાળાદેવની પૂજા-અર્ચના, દરરોજ રાત્રે 8 વાગે મહાઆરતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભૂદેવ સેવા સમિતિ દ્વારા દર વર્ષની જેમ સતત 16માં વર્ષે ડો. યાજ્ઞિક રોડ, જાગનાથ પોલીસ ચોકી પાસે છેલ્લા પંદર વર્ષથી થતાં ભવ્ય જાજરમાન ‘રાજકોટ કા મહારાજા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ‘રાજકોટ કા મહારાજા’ની મહાઆરતી દરરોજ રાત્રિના 8-00 વાગ્યે કરવામાં આવશે. આ મહાભારતી દરરોજ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, યુટયુબના સોશ્યલ મીડિયાના માધ્યમથી ઘરે નિહાળી શકાશે.
ભૂદેવ સેવા સમિતિના સ્થાપક તેજસ ત્રિવેદી જણાવે છે કે આજરોજ ભાદરવા સુદ ચોથના રોજ શનિવારે સાંજના 4-00 વાગ્યે ઈકો ફ્રેન્ડલી ‘રાજકોટ કા મહારાજા’ ગણપતિજીની ઝાંખી શ્રદ્ધાળુઓને કરાવાશે. સાંજના 5-00 વાગ્યે ગણપતિજીની મૂર્તિની પ્રતિષ્ઠા સમયે પ્રખર શાસ્ત્રી જયભાઈ ત્રિવેદી અને ગોપાલભાઈ જાની, ભાગવતાચાર્ચ દ્વારા શુભ મુહૂર્તમાં વૈદિક મંત્રોચ્ચાર, પૂજા-અર્ચના કરવામાં આવશે અને ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે પધરામણી કરવામાં આવશે.
- Advertisement -
ભાદરવા સુદ-4 ને બુધવાર તા. 7 ગણપતિજીની સ્થાપના, તા. 8 રવિવારે સાંજે 7-00 કલાકે સુશોભિત આરતી, તા. 9 સોમવારે સાંજે 7-00 કલાકે બાળકો માટે વેશભૂષા, તા. 10 મંગળવારે સાંજે 7-00 કલાકે ગણેશ અર્થવશીર્ષ પાઠ, તા. 11 બુધવારે સાંજે 7-00 કલાકે 108 દિવાની મહાઆરતી, તા. 12 ગુરુવારે સાંજે 7-00 કલાકે દત્તબાવનીના પાઠ, તા. 13 શુક્રવારે સાંજે 7-00 કલાકે છપ્પનભોગ અન્નકોટ દર્શન, તા. 14 શનિવારે સાંજે 7-00 કલાકે હનુમાનચાલીસાના પાઠ, તા. 15 રવિવારે સાંજે 4-00 કલાકે સત્યનારાયણ ભગવાનની કથા, તા. 16 સોમવારે સાંજે 7-00 કલાકે સર્વરોગ નિદાન કેમ્પ, તા. 17 મંગળવારે બપોરના 12-45 કલાકે વિસર્જન યાત્રા થશે.
‘રાજકોટ કા મહારાજા’ ગણેશના ઉત્સવને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ તેજસ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ભૂદેવ સેવા સમિતિની ટીમ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.