શ્રાવણ વદ ચૌદસથી લઈ ભાદરવી સુદ એકમ સુધી તમામ પરિવારો માતાજીના સાનિધ્યમાં ઝુંપડા બાંધી વસવાટ કરે છે
માતાજીની સેવાપૂજા પ્રાર્થના અને દર્શનનો લાભ લે છે, અને મેળાનો આનંદ ઉઠાવે છે
ખાસ-ખબર ન્યૂઝ વેરાવળ, તા.7
સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા આજ તારીખ 4/9/2024 ના રોજ ચોરવાડ ખાતે બિરાજેલ શ્રી ભવાની મંદિર ખાતે ઝુંડ ભવાની માતાને શ્રદ્ધાપૂર્વક અને ભવ્ય રીતે પૂજાપો ચડાવવામાં આવ્યો, સૌકાઓથી ચાલતી આવતી પરંપરા મુજબ ખારવા સમાજ દ્વારાચોરવાડ ખાતે સ્થિત ઝુંડ ભવાની માતાના પટાંગણ ત્રિદિવસીય મેળા નું આયોજન થતું હોય છે, જે શ્રાવણ વદ ચૌદસ થી લઈ ભાદરવી સુદ એકમ સુધી નો હોઈ છે, જેમાં વેરાવળ ખારવાસમાજના હજારો પરિવારો ઘરવખરી અને રાશન ચીલું સાથે લઈ અહીંઆવે છે અને તંબુ બાંધી 3-4 દિવસ માટે અહીં માતાજીના સાનિધ્યમાં રોકાણ કરે છે અને માતાજીની સેવાપૂજા પ્રાર્થના અને દર્શનનો લાભ લે છે, અને મેલાનો આનંદ ઉઠાવે છે, વેરાવળ ખારવા સમાજ માં ચોરવાડ મેલાનું અનેરું મહત્વ અને વિશેષ આકર્ષણ છે,વેરાવળ ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા પરંપરાગત મેલા માં લાઇટની વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, બહેનો માટે મોબાઇલ શૌચાલય તેમજ નાહવા માટેની વ્યવસ્થા, આરોગ્ય મેડિકલ ની તપાસ માટે ડોકટર તેમજ મફત દવા ની વ્યવસ્થા, એમ્બ્યુલન્સ અને સફાઈ સાથે જરૂરી દરેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
- Advertisement -
તારીખ 4/9/24 ના રોજ વહેલી સવારે વેરાવળ ખારવા સમાજ સાગર પુત્ર ફાઉન્ડેશન દ્વારા ભવાની માતાજી ને ખૂબ જ શ્રદ્ધા અને ભાવપૂર્વક પૂજાપો અર્પણ કરવામાં આવ્યો હતો અને મંદિરે ધ્વજા રોહન કરવામાં આવી હતી આ પ્રસંગે ખૂબ જ મોટી સંખ્યામાં ખારવા સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને સમાજના હોદ્દેદારોઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ખારવા સમાજના પટેલ શ્રી દામજીભાઈ, અધ્યક્ષ શ્રી લખમભાઈ ભેંસલા બોટ એસોસિએશન પ્રમુખ તુલસીભાઈ ગોહેલ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ અને શ્રી ફૂડ એક્સપોર્ટરસ ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય પ્રમુખ જગદીશભાઈ ઉપસ્થિત રહ્યા હતા આ ટકે માતાજીને પ્રાર્થના કરવામાં આવી હતી કે અમારા ખારવા સમાજનું કલ્યાણ કરે, કામ ધંધામાં બરકટ અર્પે, સમાજની સતત પ્રગતિ થાય, અને મુશ્કેલી અને દૂર થાય સૌનું કલ્યાણ થાય અને રાષ્ટ્રનું કલ્યાણ થાય એવી માં ભવાની ને પ્રાર્થના કરવામાં આવી હતી.