દિલ્હીના CM પ્રાઇવેટાઇઝેશનનું મન બનાવી લીધું હતું, નજીકના મિત્રોને વસૂલીમાં લગાવ્યા હતા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં તેમની તપાસ પૂર્ણ કરી છે. તપાસ એજન્સીએ રૂઝ એવન્યુ કોર્ટમાં તેમની પાંચમી અને અંતિમ ચાર્જશીટ દાખલ કરી છે. સીબીઆઈએ આરોપ લગાવ્યો છે કે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ શરાબ નીતિ ઘડવા અને તેને લાગુ કરવા માટે શરૂઆતથી જ ગુનાહિત કાવતરામાં સામેલ હતા. તેમણે દારૂની નીતિના ખાનગીકરણ વિશે પહેલેથી જ પોતાનું મન બનાવી લીધું હતું. ચાર્જશીટ મુજબ, માર્ચ 2021માં જ્યારે તત્કાલિન ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની અધ્યક્ષતામાં લિકર પોલિસી તૈયાર થઈ રહી હતી, ત્યારે કેજરીવાલે કહ્યું હતું કે પાર્ટીને પૈસાની જરૂર છે. તેમણે તેમના નજીકના સહયોગી અને અઅઙના મીડિયા અને સંચાર પ્રભારી વિજય નાયરને ભંડોળ એકત્ર કરવાનું કામ સોંપ્યું હતું. સીબીઆઈએ 26 જૂને કેજરીવાલની ધરપકડ કરી હતી કેજરીવાલની ઊઉ દ્વારા 21 માર્ચે દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ ઈઇઈંએ ભ્રષ્ટાચારના કેસમાં 26 જૂને તિહાર જેલમાંથી તેમની ધરપકડ કરી હતી.
12 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે કેજરીવાલને ઊઉ કેસમાં વચગાળાના જામીન આપ્યા હતા, પરંતુ તેઓ ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં છે. સીબીઆઈ કેસમાં તેમની ધરપકડને પડકારતી તેમની અરજી પર સુપ્રીમ કોર્ટે 5 સપ્ટેમ્બરે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
તે જ સમયે, તેમના નજીકના સહયોગી વિજય નાયરને 2 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. નાયર લગભગ બે વર્ષ બાદ જેલમાંથી બહાર આવ્યા છે. નવેમ્બર 2022માં CBI દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. નાયર પહેલા મનીષ સિસોદિયાને 9 ઓગસ્ટના રોજ જામીન મળ્યા હતા અને ઇછજ નેતા કે કવિતાને 27 ઓગસ્ટના રોજ જામીન મળ્યા હતા. ઈઇઈંનો દાવો- વિજય નાયરે સાઉથ ગ્રુપ પાસેથી 100 કરોડ રૂપિયા વસૂલ કર્યા નાયર દિલ્હી એક્સાઇઝ બિઝનેસના હિતધારકોના સંપર્કમાં હતા. દારૂની પોલિસીમાં લાભ આપવાના બદલામાં તેઓ પૈસાની માંગણી કરતા હતા. નાયર એ માધ્યમ હતું જેણે કેજરીવાલ માટે ઇછજ નેતા કે. કવિતાના નેતૃત્વમાં સાઉથ ગ્રુપના લોકો સાથે ડીલ કરી. નાયરે પોતે લિકર પોલિસીમાં લાભ આપવાના બદલામાં સાઉથ ગ્રુપના લોકો પાસેથી 100 કરોડ રૂપિયા વસૂલ્યા હતા.
- Advertisement -
આ નાણાં અન્ય બે આરોપી વિનોદ ચૌહાણ અને આશિષ માથુર મારફત ગોવા મોકલવામાં આવ્યા હતા. એજન્સીએ કહ્યું- ગોવા વિધાનસભા ચૂંટણીમાં સીએમના નિર્દેશ પર પૈસા ખર્ચવામાં આવ્યા હતા સીબીઆઈનો આરોપ છે કે કેજરીવાલે ગોવા વિધાનસભા ચૂંટણીમાં સાઉથ ગ્રૂપ પાસેથી વસૂલ કરાયેલા 100 કરોડ રૂપિયા ખર્ચ કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેથી, તેઓ ચૂંટણી દરમિયાન ગેરરીતિથી મેળવેલા નાણાંનો ઉપયોગ કરવા માટે પણ જવાબદાર છે, કારણ કે તેનો ફાયદો ફક્ત આમ આદમી પાર્ટીને જ થયો છે. એજન્સીના જણાવ્યા અનુસાર સાઉથ ગ્રૂપે અઅઙને લગભગ 90થી 100 કરોડ રૂપિયા આપ્યા હતા જેથી તે લિકર પોલિસી પોતાની રીતે બનાવી શકે. તેમાંથી રૂ. 44.5 કરોડની રોકડ ચૂંટણી સંબંધિત ખર્ચને પહોંચી વળવા ગોવા મોકલવામાં આવી હતી. બે પૂર્વ ધારાસભ્યોએ ચૂંટણીમાં પાર્ટી પાસેથી પૈસા મળ્યા હોવાનો દાવો કર્યો હતો ઈઇઈં અનુસાર, અઅઙની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી લડનારા ગોવાના બે ભૂતપૂર્વ ધારાસભ્યોએ આરોપ લગાવ્યો છે કે તેમને ચૂંટણી ખર્ચ માટે પાર્ટીના સ્વયંસેવક દ્વારા રોકડ આપવામાં આવી હતી. એજન્સીએ અઅઙના ગોવાના પ્રભારી દુર્ગેશ પાઠકને પણ ગેરકાયદે નાણાં લેવા અને વાપરવા માટે જવાબદાર ઠેરવ્યા છે. એજન્સીનો દાવો છે કે લિકર પોલિસીના ત્રણ હિતધારકો – દારૂ ઉત્પાદકો, જથ્થાબંધ વેપારી અને છૂટક વિક્રેતાઓનું એક જૂથ બનાવવામાં આવ્યું હતું. દરેક વ્યક્તિએ પોતાના ફાયદા માટે નિયમોનું ઉલ્લંઘન કર્યું. ષડયંત્રમાં સામેલ જાહેર સેવકો અને અન્ય આરોપીઓને આર્થિક લાભ મળ્યો, પરંતુ સરકારી તિજોરીને મોટું નુકસાન થયું.