આ મિસાઇલ 4000 કિ.મી. દૂર સુધીના લક્ષ્યને ભેદી શકે છે: વજન 17000 કિલો જેટલું
ભારતે અગ્નિ-4 બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કરીને ચીન અને પાકિસ્તાનનું ટેન્શન વધારી દીધું છે. જે રીતે ચીન સાથે ભારતનો સીમા વિવાદ ચાલી રહ્યો છે, એ સ્થિતિમાં આ પરીક્ષણ મહત્વનું માનવામાં આવી રહ્યું છે.
- Advertisement -
ઓરિસ્સાના ચાંદીપુરમાં બધ ઓપરેશન અને ટેકનકિલ ધોરણોને સફળતાપૂર્વક પૂરા કરવામાં આવ્યા છે. અગ્નિ-4ની મારક ક્ષમતા જબરદસ્ત છે. તે ચાર હજાર કિ.મી. સુધીના લક્ષ્યને ભેદી શકે છે.
અગ્નિ-4 સાથે અનેક ખાસ બાબતો જોડાયેલી છે. આ મિસાઇલનું કુલ વજન 17 હજાર કિલો છે. તેની લંબાઇ 20 મીટર છે. એક ટન વજનના પરમાણુ હથિયારને લઇ જવામાં સક્ષમ છે. 900 કિ.મી.ની ઉંચાઇ સુધી ઉડાન ભરવામાં સક્ષમ છે. તેમાં અનેક આધુનિક ઉપકરણો લગાવાયા છે તેમાં રિંગ લેઝર ગાઇટો ઇનર્શિયલ નેવી ગેશન સિસ્ટમ પણ લાગેલી છે.