હજુ ભારે વરસાદ અને પવન ફૂંકાવાની હવામાન વિભાગની આગાહીના પગલે પાલિકાની મેળા સમિતિ દ્વારા લેવાયો નિર્ણય
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.29
- Advertisement -
પોરબંદર-છાંયા નગરપાલિકા દ્વારા જાહેર જનતા જોગ પાઠવાયેલી એક યાદીમાં જણાવ્યું છે કે, હાલમાં ભારે વરસાદ તથા ભારે પવન ફૂંકાવાને કારણે મેળાના મંડપ અસ્તવ્યસ્ત થઈ ગયેલા હોય, તેમજ હવામાન વિભાગની હજુ પણ ભારે વરસાદ અને પવન ફૂંકાવાની આગાહી હોય, જે તમામ બાબતો ધ્યાને રાખીને કોઈ જાનહાની ન થાય જેથી જન્માષ્ટમી લોકમેળા સમિતિ દ્વારા નિર્ણય કરીને લોકમેળો સંપૂર્ણપણે રદ કરવાનું આથી નિયત કરવામાં આવેલ છે, જેની તમામ જાહેર જનતાને તથા જન્માષ્ટમીના લોકમેળાના ધંધાર્થીઓને નોંધ લેવા જન્માષ્ટમી લોકમેળા-ર0ર4 સમિતિના સભ્ય સચિવ અને પોરબંદર-છાંયા નગરપાલિકાના ચીફ ઓફિસરે એક યાદીમાં જણાવ્યું છે.