જૂનાગઢમાં સંસ્કાર ભારતીય રંગોળીનો વર્કશોપ યોજાયો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
જૂનાગઢ શહેરમાં મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં ખૂબ જ પ્રચલિત અને પ્રાચીન ઇતિહાસ સાથે સંકળાયેલી સંસ્કાર ભારતીય રંગોળીનો એક વર્કશોપ જૂનાગઢમાં યોજાયો હતો. જેમાં ખાસ મહારાષ્ટ્ર થી આવેલા અને સંસ્કાર ભારતીય રંગોળી સાથે જોડાયેલા યોગેશ યલવે ઉપસ્થિત રહીને જુનાગઢના 37 જેટલા યુવાન રંગોળી કલાકારોને સંસ્કાર ભારતીય રંગોળી અને તેની પરંપરા પ્રાચીન ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ સમજાવીને યુવાન રંગોળી કલાકારોને વર્કશોપ દરમિયાન માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
- Advertisement -
જૂનાગઢમાં બે દિવસ સંસ્કાર ભારતીય રંગોળીનો વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુનાગઢના 37 જેટલા યુવાન રંગોળી કલાકારો દ્વારા સંસ્કાર ભારતીય રંગોળીની ટીપ્સ મહારાષ્ટ્રના તજજ્ઞ યોગેશ યલવે પાસેથી પ્રાપ્ત કરી હતી. સંસ્કાર ભારતીય રંગોળી મહારાષ્ટ્રની સાથે દક્ષિણ ભારતના રાજ્યોમાં ધાર્મિક સામાજિક અને પારંપરિક રીતે ખૂબ જ જોડાયેલી જોવા મળે છે.જયારે ગુજરાતમાં રંગોળીનું એક આગવું સ્થાન હોય છે, પરંતુ અહીં સંસ્કાર ભારતીય રંગોળીને લઈને કલાકારોમાં અને ખાસ કરીને યુવાન રંગોળી કલાકારો રંગોળીની એબીસીડી શીખી શકે તે માટે ખાસ કાર્યશાળાનું આયોજન કર્યું હતું.