કેન્દ્રીય ગ્રહમંત્રી અમિત શાહ આજે રાજકોટ આવી રહ્યા છે. તેઓ સોમનાથ મહાદેવના દર્શને જતાં પહેલા રાજકોટમાં ટૂંકું રોકાણ કરશે. રાજકોટ હીરાસર એરપોર્ટ પર રોકાણ કરશે અને રાજકોટ અગ્નિકાંડને લઈને એરપોર્ટ પર અધિકારી અને પદાધિકારી સાથે ચર્ચા કરશે.
રાજકોટમાં ગેમિંગ ઝોનમાં આગની ઘટના બાદ રાજ્યના જિલ્લાઓમાં તંત્ર સફાળું જાગી ગયું છે. રાજ્યભરમાં વિવિધ સ્થળોએ તપાસ ચાલી રહી છે અને રાજકોટ અગ્નિકાંડની તપાસ અંગે SITની રચના કરીને તપાસ તેજ કરી દેવામાં આવી છે. આ મામલે કાર્યવાહી તેજ થઈ ગઈ છે, અધિકારીઓ સામે પગલાં લેવાઈ રહ્યા છે. ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજકોટ આવવાના છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમનાથ મહાદેવના દર્શન માટે ગુજરાત આવી રહ્યા છે, ત્યારે સોમનાથ જતાં પહેલા તેઓ રાજકોટમાં ટૂંકું રોકાણ કરવાની માહિતી મળી છે.
- Advertisement -
માહિતી અનુસાર, ગૃહમંત્રી અમિત શાહ રાજકોટના હીરાસર એરપોર્ટ પર થોડીવાર માટે રોકાવાના છે. રાજકોટ અગ્નિકાંડ મામલે તેઓ એરપોર્ટ પર અધિકારી અને પદાધિકારી સાથે ચર્ચા કરશે. સાથે જ આ મામલે વિગતો મેળવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજકોટ અગ્નિકાંડમાં થયેલી કાર્યવાહી અંગે પણ ચર્ચા કરશે. માહિતી અનુસાર, અમિત શાહ બપોરે 3 વાગે હીરાસર એરપોર્ટ પર ઉતરશે. અહીં થોડી વાર રોકાયા પછી તેઓ સોમનાથ જવા નીકળી જશે. માહિતી અનુસાર, અમિત શાહ સાથે તેમના પત્ની સોનલ શાહ પણ હશે.
જણાવી દઈએ કે રાજકોટ અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં જે પણ કાર્યવાહી કરવામાં આવી છે એ અંગેની માહિતી અમિત શાહ મેળવશે. હાલ અગ્નિકાંડ મામલે ઝડપથી તપાસ ચાલી રહી છે, અધિકારીઓની ધરપકડ કરવામાં આવી રહી છે, ત્યારે મૃતકોના પરિજનો પણ આરોપીઓને સજા થવાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે અમિત શાહની રાજકોટની આ મુલાકાતને લઈને એવો સવાલ ઉઠી રહ્યો છે કે શું રાજકોટ અગ્નિકાંડ અંગે કોઈ મોટી કાર્યવાહી થવાની છે?