ખાસ-ખબર ન્યૂઝ પુરી, તા.30
જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથની ચંદન યાત્રા દરમિયાન ફટાકડા ફૂટવાના કારણે અનેક શ્રધ્ધાળુઓ ઘાયલ થઇ ગયા છે. જેઓ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
- Advertisement -
ગઇકાલે રાત્રે જગન્નાથ મંદિરમાં યાત્રા દરમ્યાન ધડાકો થયો હતો. ચંદન યાત્રા ઉત્સવમાં શ્રધ્ધાળુઓ આતશબાજી કરી રહ્યા હતા. તેમાંથી એક ચિંગારી ફટાકડાના ઢગલા પર પડતા વિસ્ફોટ થઇ ગયો હતો. તેમાં 20 લોકો દાઝી ગયા છે. આ પૈકી અમુક લોકોની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. ઓરીસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આ ઘટના પર દુ:ખ વ્યકત કર્યુ છે.
પોલીસે જણાવ્યું હતું કે, સળગતા ફટાકડા એકત્રીત લોકો પર પડયા હતા. કેટલાક પાણીમાં કુદી ગયા હતા. સરકારે સારવારની તમામ વ્યવસ્થા કરાવી છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ આ ઘટના અંગે દુ:ખ વ્યકત કર્યુ હતું. નરેન્દ્ર પુષ્કરીણી દેવીઘાટ પર આ દુર્ઘટના સર્જાઇ હતી. ઘાયલોની તુરંત રીકવરી માટે તેમણે પ્રાર્થના
કરી છે.