ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
80 જેટલા વિદ્યાર્થીઓએ છેલ્લા 6 મહિનાની મહેનત બાદ તૈયાર કરેલા ગારમેન્ટ્સને મોડલ્સ દ્વારા રજૂ કરાયા: 40 જેટલા બાળકોએ પણ રેમ્પ વોક કરી સહુના દિલ જીતી લીધા ફેશન અને ઇન્ટીરિયર ડિઝાઇન ક્ષેત્રે ગ્લોબલ નેટવર્ક ધરાવતી અને છેલ્લા 25 વર્ષથી ચાલતી રાજકોટની પ્રતિષ્ઠિત એકમાત્ર સંસ્થા NIFD દ્વારા વિદ્યાર્થીઓની ટેલેન્ટને બહાર લાવવા અને પ્રોત્સાહિત કરવાના તેમજ સમાજમાં એક ડિઝાઇનર તરીકે તેની ઓળખ ઉભી કરવા અને આત્મનિર્ભર બનાવવાના નમ્ર પ્રયાસરૂપે 80 જેટલા વિદ્યાર્થીઓએ છેલ્લા 6 મહિનાની મહેનત બાદ તૈયાર કરેલા પરિધાનનો ફેશન શો સિઝન્સ હોટલ ખાતે યોજાયો હતો. જેમાં ફેશન ઇન્ડસ્ટ્રીમાંથી 14 મોડલોએ વિદ્યાર્થીઓના ગારમેન્ટ્સ પહેરી રેમ્પ વોક કરી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
- Advertisement -
જ્યારે 40 જેટલા બાળકોએ પણ રેમ્પ વોક કરી સહુના દિલ જીતી લીધા હતા. આ અંગે રાજકોટ ગઈંઋઉ ના સેન્ટર હેડ નૌશિકભાઇ પટેલે જણાવ્યું હતું કે, NIFD રાજકોટના વિદ્યાર્થીનીઓએ છેલ્લા 6 મહિનાની મહેનતથી વિવિધ થીમ બેઇઝ્ડ પરિધાન જાતે ડિઝાઇન કરી અને સિવ્યા હતા. જેમાં આ વખતે 10 કલેક્શન રજુ થયા હતા. 80 જેટલા ફેશન ડિઝાઈનનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ થીમ બેઇઝ્ડ ગારમેન્ટ તૈયાર કર્યા. જેમાં ગુજરી બજારમાંથી જુનાં કપડા લઇ તેને રિસાઇકલ કરી સસ્ટેનેબલ ફેશન માટે ડિઝાન કરી ‘થ્રીફ્ટેડ કલેક્શન’ રજુ કર્યું હતું. જેને લોકોએ ખુબ વખાણ્યું હતું. એ જ રીતે નેપાળના કલ્ચરથી પ્રેરીત હાથથી ડેનીમ જીન્સ પર પેઇન્ટ કરેલ ડિઝાઈન, નેતરની ખુરશીની ફેબ્રીકની દોરીની ડિઝાઇન, ઠંડા પ્રદેશમાં દેખાતા લેસર લાઇટ જેવા કુદરતી પ્રકાશની ડિઝાઇન પર ગારમેન્ટ્સ ડિઝાઇન કર્યા હતા.