નિયમોનો ઉલાળિયો કરી ચાલતા ગેમ ઝોન સહિત જગ્યા સીલ
મોટી દુર્ઘટના બાદ જૂનાગઢ મનપાને જાગવાની ટેવ
- Advertisement -
શહેરની હજુ અનેક જગ્યા પર ચેકિંગ કામગીરી કરતી મનપા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં બનેલો અગ્નિકાંડથી લોકના હદય કંપાવી દે તેવી દર્દનાક ઘટના બનતા સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે જૂનાગઢ મહાનગર પાલિકા ઊંધે માથે દોડતું થયું છે અને મોટી દુર્ઘટના બાદ જાણે મનપાને જાગવાની ટેવ પડી હોઈ તેમ સફાળું જાગ્યું છે અને શહેરમાં ચાલતા અનેક ગેમ ઝોન સહીત ભવનાથ તળેટી વિસ્તારની રાઇડ્સ બંધ કારવાઈ હતી જોકે હજુ શહેરમાં અનેક શોપિંગ મોલ, શાળા કોલેજ, સિનેમા ઘરો સાથે હોસ્પિટલનું ચેકીંગ શરુ કરી દેવામાં આવ્યું છે.જોકે જૂનાગઢ મહાનગર પાલિકા સફાળી જાગી છે અને નિયમોનો ઉલાળ્યો કરીને ચાલતા ગેમ ઝોન સહીતની ખાનગી જગ્યા પર તવાઈ બોલવાની શરૂઆત કરી દેવામાં આવી છે.અને હવે નિયમોનું પાલન કરાવવા ટિમો નીકળી પડી છે.જો પહેલાથીજ ધ્યાન રાખ્યું તો આજે ઊંધે માથે થવાનો વારો આવ્યો ન હોત. રાજકોટ ગેમીંગ ઝોનમાં થયેલ અકસ્માતને ઘ્યાને લઇ જૂનાગઢ મહાનગરપાલિકાના અલગ-અલગ વિભાગોની કમિશ્નરસાથે એક બેઠક યોજાઇ હતી. જેમાં શહેરમાં આવેલા સુરજ ફન વર્લ્ડએમ્યુઝમેન્ટ પાર્ક, સુરજ સીનેપ્લેક્ષ, હોટલ ફર્ન, ગમર્સ પોઇન્ટ, ઉપરકોટ ગેર્મ્સ પોઇન્ટમાં પાલિકા દ્વારા ચકાસણી કરવામાં આવી હતી.
- Advertisement -
આ ચેકીંગ દરમિયાન પોલીસ તંત્રી, પીજીવીસીએલ, મામલતદાર કચેરી સ્ટાફ, દ્વારા ચેકીંગ કરાયું હતુ. ત્યારે સુરજ ફન વર્લ્ડ એમ્યુઝમેન્ટ પાર્ક, ટોરા ટોરા, હોન્ડા રાઇડ ડીસ્મેન્ટલ કરી દુર કરવામાં આવેલ. બાકીની 13 રાઇડ એમ્યુઝમેન્ટ પાર્કના મેનેજમેન્ટ દ્વારા ચાર્ટડ એન્જીનીયર મારફત રી-ઇન્સ્પેકશન કરાવી રીપોર્ટ રજૂ કર્યા બાદ ચાલુ કરવામાં આવશે તેમ જણાવેલ છે. તેમજ ફાયર સેફટી અંગે આપવામાં આવેલ એનઓસીની મુદત પૂર્ણ થયેલ છે. શોપ એન્ડ એસ્ટાબ્લીસ્મેન્ટ એકટ તથા વ્યવસાયવેરા અન્વયે રજીસ્ટ્રેશન થયેલ નથી. બિલ્ડીંગ યુઝ સર્ટીફીકેટ તથા સ્ટ્રકચર સ્ટેબીલીટી સર્ટીફીકેટ રજૂ કરેલ નથી. જે ઘ્યાને લઇ આ જગ્યાને સીલકરવામાં આવેલ છે. જૂનાગઢ મનપા દ્વારા ગમેઝોન સહિતની જગ્યાનું ચેકીંગ કરી સીલ મારવાની કામગીરી બાદ શહેરના ડી-માર્ટ ઝાંઝરડા રોડ બાયપાસ રોડ, રિલાયન્સ મોલ, ઝાંઝરડા બાયપાસ રોડ, રિલાયન્સ ડીઝીટલ ઝાંઝરડા રોડ,લિાયન્સ સુપરમાર્કેટ મોતીબાગ, ક્રોમા મોલ ટીંબાવાડી, વી-માર્ટ મોલ તળા વદરવાજા, જયશ્રી સીનેમા તળવા દરવાજા, રોપ-વે ભવનાથ, સકકરબાગ, મ્યુઝયિમ સરદારબાગ, તેમજ શહેરમાં આવેલ હોસ્પિટલ, કોલેજો, શાળા વિગેરેને ચકાસણીની કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ જૂનાગઢ શહેરમાં અનેક જગ્યા પર મનપા દ્વારા ચેકીંગ કરવામાં આવ્યુ હતુ. જેનો એક રિપોર્ટ બનાવીને રાજ્ય સરકારને મનપા કમિશ્નર ડો.ઓમ પ્રકાશ દ્વારા રજૂ કરવામાં આવશે. તેની સાથે શહેરના અને જાહેર સ્થળોનું ચેકીંગ કરીને તમામનો એક રિપોર્ટ બનાવીને રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવશે.