હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને આગાહી કરવામાં આવી છે. આજે ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતનાં તમામ જીલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગ દ્વારા આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનાં જીલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ આજે ઓરેન્જ એલર્ટ અપાયું છે. હજુ 3 દિવસ ગુજરાતમાં અગન વર્ષા રહેશે.
- Advertisement -
ઈમરજન્સી 108 માં ગરમીને લગતા 77 કેસ નોંધાયા
અમદાવાદમાં ગરમીને લઈ રેડ એલર્ટને પગલે ઈમરજન્સી 108 ને ગરમીને લગતા 77 કેસ નોંધાવા પામ્યા હતા. જેમાં તાવ આવવાના 56 કેસ, પેટમાં દુઃખાવાનાં તેમજ ઝાડા ઉલ્ટીનાં 3 તેમજ ચક્કર આવવાનાં 4 કેસ નોંધાયા હતા. જ્યારે ત્રણ દિવસમાં ગરમીને લગતા રોજનાં 40 તી વધુ કેસ નોધાઈ રહ્યા છે. છેલ્લા આઠ દિવસમાં ગરમીને લગતા 276 જેટલા કેસ ઈમરજન્સી 108 ને મળ્યા હતા.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોને માર્ગદર્શન આપ્યું
અમદાવાદમાં રેડ એલર્ટને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ શહેરનાં વિવિધ વિસ્તારોમાં લોકોમાં જાગૃતિ આવે તે માટે બપોરનાં સમયે ગરમીમાં શું ધ્યાન રાખવું? તે અંગે લોકોને જાણ કરવામાં આવી હતી. રેડ એલર્ટ દરમ્યાન બપોરનાં સમયે નાના બાળકો વૃદ્ધો તેમજ સગર્ભા મહિલાઓને બહાર ન નીકળવાનું પણ સૂચન કરવામાં આવ્યું હતું.
રાજ્યનાં મોટાભાગનાં શહેરોમાં 45 ડિગ્રી તાપમાન રહેશે. કચ્છ, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં હિટવેવની આગાહી ચેતવણી આપવામાં આવી છે. વડોદરા, છોટાઉદેપુરમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. સંઘ પ્રદેશ દીવમાં પણ હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. ચાર દિવસ બાદ ગરમીમાંથી આંશિક રાહત મળી શકે છે. ચાર દિવસ બાદ તાપમાનામાં બે ડિગ્રીનો ઘટાડો થયો હતો.