કાદવમાં મૃતદેહ ખૂંપી જવાથી ફાયર વિભાગે પાંચ કલાક મહેનત કરી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
જૂનાગઢ શહેરના વિલીંગ્ડન ડેમમાં એક મૃતદેહ હોવાની માહિતી મળતા ફાયરબ્રિગેડનો સ્ટાફ ત્યાં પહોંચ્યો હત. આ ડેમમાં ત્રણ મગરમચ્છ સપાટી પર હાજર હતા. છતા ફાયરબ્રિગેડના કર્મચારીઓએ શોધખોળ હાથ ધરી હતી. મગરમચ્છના ભય વચ્ચે ફાયરબ્રીગેડના કર્મચારીઓએ પાંચેક કલાકની જહેમત બાદ કાદવમાં ખુંપી ગયેલા મૃતદેહને બહાર કાઢયો હતો અને પોલીસને સોંપ્યો હતો. આ મૃતદેહ કડીયાવાડ વિસ્તારમાં રહેતા હિતેશભાઇ જીકાભાઇ રાઠોડનો હોવાનું ભવનાથ પોલીસે જણાવ્યુ હતુ.
- Advertisement -
ફાયરબ્રિગેડના અધિકારીએ જણાવ્યુ હતુ કે એક મગર 20, બે મગર 40 ફુટ દૂર હતી. થોડી વાર કર્મચારીઓ તરફ આવતી અને ફરી જતી રહેતી હતી. છતા પાંચેક કલાક શોધખોળ કરી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.