જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વિવિધ જગ્યાએ મતદાન જાગૃતી કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. ત્યારે માંગરોળ બંદરમાં મત્સ્યદ્યોગ અધિક્ષકની કચેરી ખાતે મતદાન જાગૃતી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યમાં માછીમાર ભાઇઓ ઉપસ્થિત રહ્યા હતા.
જેમને મતદાનનું અને લોકશહીનું મહત્વ સમજાવ્યુ હતુ. બાદમાં મતદાન જાગૃતીના સુત્રચ્ચાર મતદાર હોવાનું ગૌરવ, મત માટે તૈયાર, યુવા છીએ જવાબદાર છીએ દ્વારા લોકોના આકર્ષિત કર્યા હતા. કાર્યક્રમના અંતે મતદાન કરવા માટે પ્રતિજ્ઞાબદ્ધ થયા હતા અને અન્ય લોકોને પણ મહત્તમ મતદાન માટે અપીલ કરી હતી. આ તકે મત્સ્યોદ્યોગ કચેરીના અધિકક્ષ તેમજ માછીમાર આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.