કાનજી ઉર્ફે આકાશ ઉર્ફે અક્કી પટેલ અને બિલાલશાનાં કાળા કરતૂતો
સેલ્ફ ડ્રાઇવ કરવાનાં બહાને બેય ગઠિયાઓ ગાડી ભાડે લઇને ઓળવી જતાં હતાં
- Advertisement -
PI ગોંડલિયાના માર્ગદર્શનમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની મહત્ત્વપૂર્ણ કામગીરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.25
છેલ્લા ઘણા સમયથી રાજકોટ શહેર વિસ્તારમાં અલગ-અલગ ફોર વ્હિલ ગાડીના માલીકો સેલ્ફ ડ્રાઇવીંગમાં તેઓની ફોર વ્હિલ ગાડીઓ ભાડેથી આપતા હોય અને અમુક ઇસમો આવી ગાડીઓ સેલ્ફ ડ્રાઇવીંગમાં ભાડેથી મેળવી લઇ બાદમાં ગાડીઓનું ભાડું નહિ ચુકવી કે ગાડીઓ પરત નહિ આપતા હોવાના બનાવો બનતા હોય તેમજ તાજેતરમાં જ રાજકોટ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ- અલગ ગાડી માલીકો પાસેથી ફૂલ 50 થી વધુ ફોર વ્હિલ ગાડીઓ આવા ઇસમો દ્વારા સેલ્ફ ડ્રાઇવીંગમાં ભાડેથી મેળવી, ગાડી માલીકને ગાડીનું ભાડું કે ગાડી પરત નહિ આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરેલ હોય જે બાબતે આરોપી (1) કાનજી ઉર્ફે આકાશ ઉર્ફે અક્કી ગોગનભાઇ પટેલ રહે- રાજકોટ તથા (2) બીલાલશા હસનશા શાહમદાર રહે- જામનગર વાળાઓ વિરૂદ્ધ રાજકોટ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ગુન્હાઓ રજીસ્ટર્ડ થયેલ હોય અને સદરહું ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓ દ્વારા છેતરપીંડી આચરવાનું મોટું રેકેટ ચલાવવામાં આવતું હોવાની શક્યતા રહેલી હોય જેથી ગુન્હાઓની ગંભીરતાને ધ્યાને લઇ આ કામેની આગળની તપાસ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. એમ.જે.હુણને સોંપવામાં આવી હતી.
- Advertisement -
ખાનગી હકીકત આધારે ગુનામાં સંડોવાયેલા આરોપીઓને રાજકોટ, જામનગર રોડ ખાતેથી પકડી પાડી, ગુન્હાના કામે અટક કરી, મજકૂર બંન્ને આરોપીઓએ ઉપરોક્ત ગુન્હાના ફરીયાદી તથા સાહેદોને વિશ્વાસમાં લઇ તેઓની અલગ-અલગ ફોર વ્હિલ ગાડીઓ સેલ્ફ ડ્રાઇવીંગના બહાને ભાડેથી મેળવી લઇ, આ ફોર વ્હિલ ગાડીઓ બાબતે અલગ-અલગ સાહેદોને ખોટી હકીકતો જણાવી, છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી મેળવેલ ગાડીઓ બારોબાર આપી દીધેલ હોય
જે અલગ-અલગ સાહેદો પાસેથી કુલ 47 ફોર વ્હિલ ગાડીઓ જે કિ.રૂ. 3,51,50,000/- નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી કાનજી ઉર્ફે આકાશ ઉર્ફે અક્કી ગોગનભાઇ કોટડીયા કે જે પોતે પણ સેલ્ફ ડ્રાઇવીંગમાં ફોર વ્હિલ ગાડી ભાડે આપવાનું કામ કરતો હોય જેનો લાભ ઉઠાવી, આરોપી કાનજી ઉર્ફે આકાશ ઉર્ફે અક્કીએ આ કામના આરોપી બીલાલશા હસનશા શાહમદાર સાથે મીલાપીપણું કરી, અલગ-અલગ ફોર વ્હિલ ગાડીના માલીકો તેમજ સેલ્ફ ડ્રાઇવીંગમાં ગાડી ભાડે આપવાનો કામધંધો કરતા વ્યક્તિઓને વિશ્વાસમાં લઇ પોતે સહ આરોપી બીલાલશાના નામે સેલ્ફ ડ્રાઇવીંગમાં અલગ-અલગ ફોર વ્હિલ ગાડીઓ ભાડેથી મેળવી લઇ, મજકૂર બંન્ને આરોપીઓએ થોડો સમય સુધી ગાડીઓનું નિયમીત ભાડું ચુકવી, બંન્ને આરોપીઓએ આ ફોર વ્હિલ ગાડીના માલીકોની જાણ બહાર તેઓની ફોર વ્હિલ ગાડીઓ બારોબાર અન્ય વ્યક્તિઓને વેચાણ કરવા સારૂ આપી દઇ ગુન્હાઓ આચરેલ છે. આરોપી બીલાશા હસનશા શાહમદાર વિરૂદ્ધ રાજકોટ આર.પી.એફ. પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 02/2024 ધ રેલવે પ્રોપર્ટી (અન લોફુલ પઝેશન) એક્ટ 1966 ની કલમ 3 મુજબનો ગુન્હો રજી. થયેલ હોય જેમાં મજકૂરને પકડવાનો બાકી છે.