ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
સમસ્ત શ્રીમાળી સોની પાટડીયા હળવદીયા પાટીયા વાગડીયા પાટડીયા જાબુકીયા પાટડીયા મેથાણીયા પાટડીયા તથા સમસ્ત શ્રીમાળી સોની પાટડીયા પરિવાર દ્વારા શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન તા. 21 ને રવિવારે બપોરે 4થી સાંજે 8 કલાકે વિરાણી હાઈસ્કૂલની સામે નાગર બોર્ડિંગ હાટકેશ્ર્વર મહાદેવ મંદિરની બાજુમાં કરવામાં આવ્યું છે. આ કથામાં 21 દંપતિઓ બેસી પૂજા-અર્ચના કરશે. કથાના વ્યાસ આસને શાસ્ત્રી હરીશભાઈ ભોગાયતા કથાનું રસપાન કરાવશે.
આ કાર્યક્રમમાં મહેમાન તરીકે ઈશ્ર્વરલાલ અમૃતલાલ વાગડીયા, ચેતનભાઈ રસિકલાલ પાટડીયા, નવનિતભાઈ પાટડીયા, અરવિંદભાઈ પાટડીયા, કનુભાઈ પાટડીયા, મહેતાજી જે.કે પાટડીયા, જશુભાઈ પાટડીયા, મુકેશભાઈ પાટડીયા, જીતેનભાઈ જડીયા, મનિષભાઇ પાટડીયા, વકીલ કેતનભાઈ પાટડીયા, વકીલ ભરતભાઈ પાટડીયા ઉપસ્થિત રહેશે.
- Advertisement -
આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવામાં જીજ્ઞેશ વાગડીયા, કલ્પેશભાઈ પાટડીયા, ભાવીનભાઈ વાગડીયા, ભરતભાઈ વાગડીયા, પરેશભાઈ પાટડીયા, રાજુભાઈ પાટડીયા, સંદિપભાઈ જડીયા, સુમીતભાઈ વાગડીયા, પિન્ટુભાઈ પાટડીયા, ધર્મેશભાઈ વાગડીયા, કેતનભાઈ વાગડીયા, મોરબી મનિષભાઇ વાગડીયા મોરબી નિલેશભાઈ જડીયા ગોંડલ હિતેશભાઈ પાટડીયા દિપકભાઈ પાટડીયા હસ્મિતા બેન પાટડીયા વિગેરે કમિટી મેમ્બર દ્વારા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.