દુબઇમાં વરસાદને કારણે લોકો પરેશાન બન્યા છે. રણના શહેર તરીકે ઓળખાતું દુબઈ હાલમાં પૂરનો સામનો કરી રહ્યું છે
દુબઇમાં વરસાદને કારણે લોકો પરેશાન બન્યા છે. રણના શહેર તરીકે ઓળખાતું દુબઈ હાલમાં પૂરનો સામનો કરી રહ્યું છે. પ્રખ્યાત શોપિંગ મોલ્સ પાણીથી ભરેલા છે. પાર્કિંગમાં કાર તરતી રહી છે અને રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા છે. પરિસ્થિતિ વિકટ બની ગઇ છે.
- Advertisement -
રણના શહેર તરીકે ઓળખાતું દુબઈ હાલમાં પૂરનો સામનો કરી રહ્યું છે. પ્રખ્યાત શોપિંગ મોલ્સ પાણીથી ભરેલા છે. પાર્કિંગમાં કાર તરતી રહી છે અને રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા છે. સ્થિતિ એવી છે કે એરપોર્ટ પણ પૂરમાં ડૂબી ગયું છે અને રનવે પણ દેખાતો નથી. શહેરની ડ્રાઈવરલેસ મેટ્રો સિસ્ટમ પણ ઠપ્પ થઈ ગઈ છે. આખરે રેતાળ જમીન પર અચાનક આટલો વરસાદ કેમ પડ્યો? આ પૂર કેમ આવ્યું? દરેકને આ પ્રશ્ન છે. વાસ્તવમાં કેટલાક વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે આ વિજ્ઞાનના ઉપયોગ માં થયેલી ભૂલ છે, જેના કારણે આખા શહેરને પરિણામ ભોગવવું પડી રહ્યું છે.
આખું શહેર પાણીમાં ડૂબી ગયું
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સોમવાર અને મંગળવારે ક્લાઉડ સીડિંગ માટે પ્લેન ઉડાવવામાં આવ્યા હતા. ક્લાઉડ સીડીંગ એક એવી ટેકનિક છે જેના દ્વારા કૃત્રિમ વરસાદ કરાવવામાં આવે છે. પરંતુ કૃત્રિમ વરસાદ કરવાના પ્રયાસ નિસ્ફળ ગયો અને એકી સાથે વરસાદ આભફાટ્યુ હોય તેમ તુટી પડ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે દોઢ વર્ષમાં જેટલો વરસાદ થતો હતો એટલું પાણી માત્ર થોડા કલાકોમાં વરસ્યુ જેને લીધે ચારેબાજુ પાણી જ પાણી થઇ ગયું હતું.આની અસર એ થઈ કે આખું શહેર પાણીમાં ડૂબી ગયું અને એવો પૂર આવ્યો કે દુબઈને અસર થઈ. તેનો કોઈએ વિચાર પણ કર્યો ન હતો. દુબઈ સિવાય અન્ય એક શહેર ફુજૈરાહમાં પણ આવી જ સ્થિતિ છે. અહીં 5.7 ઈંચ જેટલો વરસાદ થયો છે.
- Advertisement -
પંપ દ્વારા પાણી કાઢવામાં આવી રહ્યું છે
દુબઈ એરપોર્ટ પર વિમાનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. આટલું જ નહીં, પાર્કિંગમાં પાર્ક કરાયેલા વાહનો પાણીમાં એટલા ડૂબી ગયા છે કે તેને બહાર કાઢવું શક્ય નથી. અનેક ઘરો અને કોલોનીઓમાં પાણી ભરાઈ ગયા છે. હાલમાં દુબઈ સત્તાવાળાઓએ ટેન્કર મોકલ્યા છે અને પંપ દ્વારા પાણી કાઢવામાં આવી રહ્યું છે. દુબઈમાં માત્ર 24 કલાકમાં 142 મીમી વરસાદ નોંધાયો છે. સામાન્ય રીતે એક વર્ષમાં 94.7 મિલિયન વરસાદ પડે છે. આ રીતે માત્ર થોડા જ કલાકોમાં લગભગ દોઢ વર્ષ જેટલો વરસાદ પડી ગયો છે.
આ વરસાદને કારણે રાસ અલ-ખૈમાહમાં એક વ્યક્તિનું મોત થયું હતું. તે તેની કારમાં ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, પરંતુ તેની કાર જ પૂરના પાણીમાં વહી ગઈ હતી. વિશ્વના સૌથી મોટા શોપિંગ સેન્ટરોમાંના એક મોલ ઓફ અમીરાતની દુકાનોની હાલત એવી છે કે છત પરથી પાણી ટપકવા લાગ્યું છે. આટલું જ નહીં કેટલીક દુકાનોની છત પણ પડી ગઈ હતી. દુબઈના હવામાનથી વાકેફ લોકોનું કહેવું છે કે છેલ્લા 75 વર્ષના ઈતિહાસમાં આટલો વરસાદ ક્યારેય નથી પડ્યો. આ વરસાદને કારણે શારજાહ સિટી સેન્ટર અને દેરા સિટી સેન્ટરને પણ નુકસાન થયું છે.