ગ્રામ્ય એલસીબીએ વાછરા ચોકડીથી દબોચી લઈ 3 લાખના ટ્રેક્ટર કબજે કર્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.13
- Advertisement -
લોકસભા ચૂંટણી અંતર્ગત વિવિધ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા જિલ્લા પોલીસવડા જયપાલસિહ રાઠોડની સૂચના અન્વયે ગ્રામ્ય એલસીબીએ વાછરા ચોકડી પાસેથી મહારાષ્ટ્ર અને ગોંડલમાં બે વર્ષ પૂર્વે નોંધાયેલા ટ્રેક્ટર ચોરીના બે ગુનાના ત્રણ આરોપીને દબોચી લઈ 3 લાખના બે ટ્રેક્ટર કબજે કર્યા છે. લોકસભા ચૂંટણી અંતર્ગત ગ્રામ્ય એલસીબી પીઆઇ વી વી ઓડેદરા અને ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન મહારાષ્ટ્રના નંદુંબાર જિલ્લાના સાહદા પોલીસ સ્ટેશનમાં તેમજ ગોંડલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ટ્રેકટર ચોરીના બે ગુનાઓમાં સંડોવાયેલ ત્રિપુટી વાછરા ચોકડી પાસે ચોરાઉ ટ્રેક્ટર સાથે ઊભી છે તેવી માહિતી આધારે દરોડો પાડી કોટડાસાંગાણીના જગદીશ વિઠ્ઠલ લીલા, રૂપાવટીના સતાર હમીરભાઈ નાકાણી અને ગોંડલના રઘુ બળવંતભાઈ ચૌહાણને ઝડપી લઈ 3 લાખના બે ચોરાઉ ટ્રેકટર કબજે કર્યા હતા.