સાંજે 6 વાગ્યે ઇન્સ્ટાગ્રામમાં સ્ટેટ્સ મૂક્યું અને રાત્રે 10 વાગ્યા આસપાસ અકસ્માત
ખાસ-ખબર ન્યૂઝ ગોંડલ, તા..05
ગોંડલ ના કમઢીયા ગામ પાસે આવેલ મામાદેવ ના મંદિર પાસે ગત રાત્રે 10.00 વાગ્યા આસપાસ બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં એક બાઈકમાં સવાર બે મિત્રો ના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા અકસ્માત ની ઘટના ને લઈને 108 અને શિવમ સાર્વજનિક ટ્રસ્ટ ની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પોહચી હતી. જેમાં એક યુવાને સાંજે 6 વાગ્યે ઇન્સ્ટાગ્રામ ની સ્ટોરી માં કેવો દિવસ રે ઊગ્યો, સાંજ પડી પણ મારો ભાઈ ઘેર ના વળ્યો એ ગીત મુકવામાં આવ્યું હતું.
ગોંડલ તાલુકાના કમઢીયા ગામ પાસે આવેલ મામાદેવ ના મંદિર પાસે જેતપુર ના નવાગઢ ગામ ના બે મિત્રો હિતેશ હરિભાઈ મકવાણા ઉ.વ.17 રહે નવાગઢ અને પ્રકાશ ભોવાનભાઈ મેણીયા ઉ.વ.20 રહે સરધારપુર બન્ને મામાદેવ મંદિરે દર્શન કરવા જતાં સમયે મંદિર પાસે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં નવાગઢ અને સરધારપુર ના બન્ને મિત્રો ના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા જ્યારે અન્ય બાઈક ચાલક બાઈક મૂકી ફરાર થયા હતા.
- Advertisement -
ગોંડલ ની 108 એમ્બ્યુલન્સ ને પોણા અગિયાર આસપાસ જાણ થતાંજ 108 એમ્બ્યુલન્સ ના પાયલોટ કિશનભાઈ અને ઊળિં કાનજીભાઈ અને શિવમ સાર્વજનિક ટ્રસ્ટ ની એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર પોહચી બન્ને મૃતક ના મૃતદેહ ને પી.એમ.અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની સમગ્ર ઘટના ને લઈને સુલતાનપુર પોલીસ વધુ તપાસ હાથ ધરી હતી. અકસ્માતમાં મોત થનાર પ્રકાશે ગઈ કાલે સાંજે 6 વાગ્યે ઇન્સ્ટાગ્રામ માં સ્ટેટ્સ મૂક્યું હતું જેમાં એક બાઈક રોડ પર પડ્યું છે ત્યાર બાદ સ્પીડોમીટર નો વિડિઓ આવે છે અને તેમાં એક ગીત મુકવામાં આવ્યું છે. “રામ એ દહાડે કેવો દિવસ રે ઉગ્યો… દિવસ રે ઉગ્યો.. સાંજ પડી પણ ભાઈ મારો ઘેર ના વડયો… ઘેર ના વડ્યો..” આ ગીત નું સ્ટેટ્સ જોવા મળ્યું હતું.