દેશી દારૂના 5 કેસ કરી 5100 લિટર આથા પર બુલડોઝર ફેરવી દીધું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.03
- Advertisement -
ગુજરાતમાં ચૂંટણી ટાણે દારૂબંધીની કડક અમલવારી કરાવવાની સુચના અન્વયે થોરાળા પોલીસે સવારે દેશી દારૂનું હબ ગણાતા કુબલીયાપરામાં ડ્રાઈવ યોજી 580 લીટર દારૂ સાથે ત્રણ મહિલા સહીત પાંચની ધરપકડ કરી દેશી દારૂની ભઠ્ઠી અને આથા ઉપર બુલડોઝર ફેરવી દઈ નાશ કરી નાખતા બુટલેગરોમાં ફ્ફડાટ વ્યાપી ગયો છે. રાજકોટ થોરાળા પોલીસ મથકના પીઆઈ એન જી વાઘેલાની રાહબરીમાં પીએસઆઈ જે એમ પરમાર, પીએસઆઈ મોહન મહેશ્વરી સહિતના સ્ટાફે કુબલિયાપરામાં વહેલી સવારે દરોડો પાડ્યો હતો પોલીસે દરોડો પાડી મહેશ ચનુભાઈ દલવાણી, રવિ વિનુભાઈ સોલંકી, શ્રદ્ધાબેન શૈલેશભાઈ પરમાર, રંભાબેન મનોજભાઈ સોલંકી, અનુબેન કિશનભાઈ સોલંકી સામે ગુનો નોંધી તમામની ધરપકડ કરી હતી તે પછી પોલીસ જેસીબીની મદદ લીધી હતી વોકળામાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ તેમજ 5100 લીટર આથા ઉપર જેસીબી ફેરવી નાશ કર્યો હતો પોલીસે લાલ આંખ કરતા દેશી દારૂના ધંધાર્થીઓમાં ફ્લાટ વ્યાપી ગયો હતો