નિસર્ગ નેચર કલબ દ્વારા 12 વર્ષથી વિશ્ર્વ ચકલી દિવસની ઉજવણી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
જૂનાગઢમાં છેલ્લા 12 વર્ષથી નિસર્ગ નેચર કલબના પાર્થ ગણાત્રા અને સભ્યો દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણીની સાથે પક્ષી પ્રેમ અને પર્યાવરણ બચાવનો સંદેશ આપી રહ્યા છે ત્યારે આજરોજ વિશ્ર્વ ચકલી દિવસે 5 હજાર જેટલા ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
- Advertisement -
જૂનાગઢની નિસર્ગ નેચર ક્લબ પર્યાવરણ જાગૃતિ સંદેશ સાથે આજે વિશ્વ ચકલી દિવસ નિમિતે તળાવ દરવાજા સીટી કોમ્લેક્ષમાં ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં પક્ષી પ્રેમીઓ ખુબ મોટી સંખ્યમાં માળા મેળવીને વિશ્વ ચકલી દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા જયારે નિસર્ગ નેચર કલબના પ્રમુખ પાર્થ ગણાત્રાએ જણાવ્યું હતું કે, છેલ્લા 12 વર્ષથી માળાનું વિતરણ કરવામાં આવે છે.અને આ માળા બનાવવા માટે પૂઠાની ખરીદી કરીને માળા બનાવવાનો ખર્ચ 10 રૂપિયા થાય છે. વધુમાં કહ્યું આજે દેશ ભરમાં વિશ્ર્વ ચકલી દિવસ અનેક સંસ્થાઓ ઉજવે છે.અને આજના આધુનિકરણ યુગમાં વૃક્ષો કપાતા જાય છે અને મોબાઈલ ટાવર, ઊંચા બિલ્ડીંગો અને કોંક્રીટના જગલો વધતા જાય છે ત્યારે એક સમયે ઘર પાસે કિલ કિલાટ કરતી ચકલીઓ લુપ્ત થતી જાય છે તેને બચાવા માટે અમારો પ્રયાસ છે આ માળા વિતરણ પ્રસંગે મનસુખભાઈ વાજા, જ્યિતિબેન વાડોલિયા, પંકજભાઈ પલાણ, અનિલ રાજપરા, જીત ગણાત્રા, નિમિષ હાંસલિયા, દિપ્તીબેન અમરોલીયા અને અલ્પેશ પરમાર સહીતના ઉપસ્થિત રહીને ચકલી માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.



