ગ્રામજનોએ કહ્યું, તુરંત નવું બાંધકામ કરવું જોઈએ, તંત્રને આવેદન આપી રજુઆત કરાઇ
ખાસ-ખબર સંવાદદાતા
કોડીનાર તાલુકાના ડોળાસા ગામ ના એક તળાવ ના પાણી ના પાણી માં વધારા ના જથ્થા ના નિકાલ માટે બનાવેલ વોગન માં મોટા મોટા ગાબડાં પડતા ચોમાસા દરમ્યાન હોનારત સર્જવા ની દહેશત ઊભી થઈ છે. ડોળાસા ગામ ના નવાપરા નજીક ચંદ્રભાગા નદી ના સામા કિનારે એક વિશાળ તળાવ આવેલું છે.આ તળાવ માં વિપુલ જથ્થા માં પાણી સંગ્રહ થવા ના કારણે નવાપરા ના તળ અને ઉપરવાસ માં આવેલ ખેતીવાડી ના તળ માં પણ નોંધ પાત્ર વધારો થયો છે. પંદર વર્ષ પહેલાં નિર્માણ પામેલા આ તળાવ નાં કારણે પાણી વિપુલ સંગ્રહ થાય છે. પણ આ તળાવ ના વોટર વે માં મોટા મોટા ગાબડાં પડ્યા છે.
આ તળાવ માં ચંદ્રભાગા નદી નું પાણી આ તળાવ માં ઠલવાય છે.અને આ ભારે વરસાદ ના સંજોગો માં ઘોડા પુર આવ્યું તો આ તળાવ નું મુખ જ નબળું હોય પાણી નું પ્રેસર સહન નહિ કરી શકે અને પાણી ન ધસમસતા પ્રવાહ માં આ વોટર વે પૂરી રીતે ધોવાઈ જશે.આવા સંજોગો માં બાજુ માં જ વિશાળ માનવ વસ્તી ધરાવતા નવાપરા વિસ્તાર માં પાણી ઘૂસી જાય તો મોટી હોનારત સર્જવા ની પૂરી દશેહત છે.આવા સંજોગો માં તુરત આ વોગન ને તોડી નવું બાંધકામ કરવા માંગ ઉઠી છે. આ બાબત અતિ ગંભીર હોય તુરત આ બાબતે જવાબદાર અધિકારીઓ યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે.