રામ મંદિરે શ્રી રામ નામ મંત્ર લેખન કર્યું
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ ગુજરાત રાજ્ય મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન પધાર્યા હતા મકર સંક્રાંતિનો પુણ્યકાળ હોય તેઓશ્રી એ સ્નેહીઓ સાથે સોમનાથ મંદિરમાં ધ્વજા પૂજા કરી હતી. આ અવસરે શ્રી સોમનાથ ટ્રસ્ટ નિર્મિત નૂતન રામ મંદિર ખાતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રારંભ કરાયેલ “સોમનાથથી અયોધ્યા રામ નામ મંત્ર લેખન યજ્ઞ”માં પણ મંત્રી કુવરજીભાઇ બાવળીયા જોડાયા હતા અને 3.50 કરોડથી વધુ રામનામ લખાયેલ આ મહા લેખન યજ્ઞમાં રામનામ લખી સહભાગી બન્યાં હતા. આ તકે તેમની સાથે સાંસદ રાજેશ ચુડાસમા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.